એક તાજી રચના – મેહુલ ભટ્ટ*

સમાચાર

*એક તાજી રચના, સોમવારે નિત્ય ક્રમ – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ*
****** ******* ****** *****
આ તો ભાઈ શ્વાસની વાત છે, ક્યારે અટકી જાય કહેવાય નહિ,
હસતો રમતો માણસ, ગાળીઓ પહેરી લટકી જાય, કહેવાય નહિ!

ના જાણે કેટ કેટલું સંઘરીને ફરતો હશે ભીતરમાં છેક ઊંડે સુધી,
પછી એક દિવસ ધડકન ભીતરની અટકી જાય, કહેવાય નહિ!

તાગ કોઈના મનનો મળે નહિ આમ અલપઝલપ મળે થી,
વ્યવહારની વાતમાં ખરી વેદના છટકી જાય, કહેવાય નહિ!

હોઠ ઉપર હોય સદાય એના સ્મિત અને વાતો બધી પ્રેરક,
એ, સ્મિત અને એવા ઉપદેશોથી ભટકી જાય, કહેવાય નહિ!

મન છે બહુ આળું માણસનું કોણ શક્યું છે આજ સુધી સમજી?
વાત હોય સાદી અને એમાં ક્યારે એનું ફટકી જાય, કહેવાય નહિ!

ભટ્ટજી નું કામ કહેવાનું, સમજાય તે કહ્યા કરે નિખાલસ થઈ સૌને,
એમાં કોને પડે વાંકું અને કોની સાથે વટકી જાય, કહેવાય નહિ!

*- મેહુલ ભટ્ટ (૧૩.૮.૨૦)*

TejGujarati