કાઢ્યાં એટલાં ક્યાં કાઢવાનાં છે હવે સનાતન સિવાય તું સમજાવતો નહીં – મિત્તલ ખેતાણી.રાજકોટ,

ભારત સમાચાર

મોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં

અંતરને પ્રભુ તું અભડાવતો નહીં
માયામાં મન મારું તું પકડાવતો નહીં

હિમાલય તારો તને જ મુબારક પ્રભુ
મારાં ગિરનારેથી તું છટકાવતો નહીં

બે આંગળ ઊંચો ભલે ને હું ન રહું
સત્ય રથથી મને તું ગબડાવતો નહીં

હું માનવ બનતો રહું બસ માનવ જ
મોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં

મોજ,કરુણા,પ્રેમને વહેંચી શકું હું
આટલાં ઓરતાને તું દફનાવતો નહીં

તાંદુલ,ભાજી,બોરની જ ઉતરાઈ ખપે
હૂંડી મારી આ પ્રભુ તું ઠુકરાવતો નહીં

કાઢ્યાં એટલાં ક્યાં કાઢવાનાં છે હવે
સનાતન સિવાય તું સમજાવતો નહીં

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’ માં થી

TejGujarati