*રોબોટિક્સ ક્ષેત્ર અને ગાઇડન્સ – બોર્ડિંગ પાસ ફોર સક્સેસ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી સમાચાર

ROBOTICS નું ખુબ લાંબું ભવિષ્ય છે. એવી ઘણી પ્રેરણાદાયક અને રસપ્રદ MOVIES છે ,જેમાં આપણે રોબોટિક્સ નો ઉપયોગ જોઇએ છીએ .જે આપણને આ ક્ષેત્રમાંથી ઉદ્દભવી શકાય તેવી વિવિધ વાસ્તવિક દુનિયાની APPLICATIONS ની સમજ આપે છે.જ્યારે આપણે રોબોટિક્સ વિશે વિચારીએ છીએ, ત્યારે પહેલી વસ્તુ જે આપણા મગજમાં આવે છે તે રજનીકાંતની મૂવી “રોબોટ “ અથવા “ટર્મિનેટર “ , જેવા માનવી જેવું મશીન દેખાય છે. તેના સિવાય પણ રોબોટિક્સ ના ક્ષેત્રમાં ઘણા બધા પેટા -વિભાગ છે , જેમ કે:1) Swarm Robotics:
જેમાં મલ્ટી-રોબોટ સિસ્ટમ્સ હોય છે , જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શોધ અને બચાવ ઓપરેશન્સ અને મનોરંજન માટે વપરાય છે.2) Humanoid Robotics:- આ રોબોટ્સ જે માનવ જેવા દેખાય છે, જે આંતર ગ્રહો ના સંશોધન તથા ભારે વસ્તુઓ ની હેરફેર જેવી પ્રવૃત્તિઓ માં મદદ કરે છે.3) Medical Robotics : – સારવાર ના ક્ષેત્રમાં આ મશીનો ટેલિ-સર્જરી અને વાઢકાપ વગર ના ઓપરેશન્સ માં પણ મદદ કરે છે.4) Autonomous Driving:- સ્માર્ટ વાહનો , જે જમીન, પાણી, હવા અને અવકાશ માં ખુબજ સુગમ રીતે ચલાવી શકાય છે.બોર્ડિંગ પાસ ફોર સકસેસ ની સ્થાપક ખુશ્બુ વૈદ્ય ઘણા બધા રોબોટિક્સ રિસર્ચર્સ સાથે સહયોગ કરે છે, જેમાંના એક છે જયમ પટેલ જે USA ની વોર્સેસ્ટર પોલીટેકનીક ઇન્સ્ટિટ્યૂટ (WPI) ખાતે રોબોટિક્સ રિસર્ચ માં Ph.D કરે છે. તેમણે ગુજરાત ની ઘણી બધી શાળાઓ અને કોલેજોમાં સેમિનાર્સ આપ્યા છે જ્યાં તે વિદ્યાર્થીઓ ને રોબોટિક્સ ક્ષેત્રે દુનિયાભર માં નવા શું રિસર્ચ થઇ રહ્યા છે તેનાથી માહીતગાર કરે છે.બોર્ડિંગ પાસ ફોર સકસેસ એ
જયમ પટેલ સાથે ના સહયોગ થી ‘રોબોટિક્સ કેરિયર મેન્ટોરશીપ’ નામ નો પ્રોગ્રામ શરુ કયાેઁ છે. આ ક્ષેત્ર માટે વિધ્યાથીઁઓ એ રોબોટિક્સ માં કેવી રીતે પ્રારંભ કરવો, તેના પ્રેક્ટીકલ અભિગમને કેવી રીતે સમજવું, કયા પ્રોજેક્ટસ પર કામ કરવું, અને આ ક્ષેત્ર માં કઈ રીતે મજબુત આધાર બનાવવો તે શીખવાડે છે.આ ક્ષેત્રમાં ફક્ત એન્જિનીયર જ નહીં પરંતુ આર્ટ, ફેશન, સાઇકોલોજી, બાયોલોજી જેવા ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ રોબોટિક્સ સાથે જોડાઈ શકે છે. તે એક આંતર શિસ્ત ક્ષેત્ર છે જેમકે:- ફેશન – આ ક્ષેત્ર માં લોકો એવા કપડાં ડિઝાઇન કરી શકે છે જેમાં રોબોટિક કોમ્પોનેન્ટ્સ પણ હોય .- આર્ટ – આ ક્ષેત્રના લોકો એવા યુઝર- ફ્રેંડલી રોબોટ્સ ડિઝાઇન કરી શકે છે, જે દરેક ઉંમર ના લોકો વાપરી શકે.- સાઇકોલોજી – આ ક્ષેત્રના લોકો રોબોટિક્સ અને સાઇકોલોજી નો સમનવય કરી નાના છોકરાઓને ‘ઓટિઝમ ‘ માટે મદદ કરી શકે છે.- બાયોલોજી – આ ક્ષેત્રના લોકો નેનોરોબોટ્સ જોડે કામ કરીને શરીર માંના કેન્સર સેલ્સ નેા નાશ કરી શકે છે.આ ક્ષેત્રમાં કેરિયેર બંનાવવા તમે બોર્ડિંગ પાસ ફોર સકસેસ ને [email protected] પર સંપર્ક કરી શકો છો.

TejGujarati