અમદાવાદ ખાતે જન અધિકાર મંચ દ્વારા તંત્ર સામે નવતર વિરોધ : સેલ્ફી વીથ ખાડા અભિયાન.

સમાચાર

અમદાવાદ ખાતે જન અધિકાર મંચ દ્વારા તંત્ર સામે નવતર વિરોધ : સેલ્ફી વીથ ખાડા અભિયાન:

જન અધિકાર મંચ ના પ્રવિણ રામે જણાવ્યું છે કે,

“બિસ્માર રસ્તાના વિરોધમાં મારા માર્ગદર્શન હેઠળ આવતીકાલે શનિવારથી સમગ્ર ગુજરાતમાં અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવશે. જેમાં સેલ્ફી વીથ ખાડા (Pits in Ahmedabad) અભિયાનની શરૂઆત કરશે. અતિ ભારે વરસાદના કારણે રસ્તા બિસ્માર થતાં જનતા ત્રસ્ત છે અને અધિકારીઓ અને કોન્ટ્રાકટરો મસ્ત છે. જામ ખંભાળિયા અને સુરત ખાતે જન અધિકાર મંચ ની ટીમ દ્વારા ખાડા પૂજન કરી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.”

હવે સેલ્ફી વિથ ખાડા અભિયાનમાં યુવાનો અને લોકો ખાડા સાથે સેલ્ફી પડી પોતાના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરશે. અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સુધી જનતાનું દર્દ પહોચાડવા આ અનોખો પ્રયોગ કરાશે. આ અભિયાન આવતીકાલથી શરૂ થશે. ત્યાં સુધી સમારકામ નહીં થાય ત્યાં સુધી ચાલશે તે જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના ટ્યુન બદલે ખાડા ખૂબ જ વાયરલ થઇ હતી.

TejGujarati