ચેમ્બરની ચૂંટણી: એક તરફ ગ્રૂપ મિટિંગ શરૂ, બીજી તરફ કોરોના સંક્રમણ થાય તો જવાબદાર કોણ?ની રજૂઆત.

સમાચાર

ચૂંટણી: એક તરફ ગ્રૂપ મિટિંગ શરૂ, બીજી તરફ કોરોના સંક્રમણ થાય તો જવાબદાર કોણ?ની રજૂઆત

પ્રગતિ પેનલે સિનિયર સભ્યો અને હોદેદારો સાથે મિટિંગ કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે પ્રગતિ પેનલ દ્વારા સિનિયર સભ્યો અને હોદ્દેદારો સાથે મિટિંગ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. બીજી તરફ એક ઉમેદવાર મેઘરાજ ડોડવાણીએ કોરોનાની મહામારી વચ્ચે બહારગામ ના ઉમેદવારો મતદાન કરવા આવી શકશે નહીં અને ઉંમરલાયક મતદારો ને કોરોના નું સંકરણ લાગવાની સંભાવના વ્યક્ત કરતી રજૂઆત ચેમ્બરના હોદ્દેદારો સમક્ષ કરી હતી. એક તરફ ચેમ્બરના તમામ કર્મચારીઓના કોરોના ના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવતા હોદ્દેદારો દ્વારા ચૂંટણી યોજવાનો નિર્ધાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે ચૂંટણી રદ કરવા માટે પણ ચોક્કસ સફેદ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતના 90થી વધારે શહેરોના ઉમેદવારો મતદાર છે. હવે કોરોનાની મહામારી વચ્ચે ઉમેદવારો મતદાન કરવા આવશે કે કેમ? તેના આધારે ચૂંટણી નો પરિણામ નક્કી થાય તેમ છે. હવે કેટલાક ઉમેદવારો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી રદ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. છેલ્લે મેઘરાજ ડોડવાણી દ્વારા જો મતદાર મતદાન કરવા આવે અને કોરોનાથી સંક્રમિત થાય તો તેના માટે જવાબદાર કોણ? તેવો સવાલ ચેમ્બરના હોદ્દેદારો સમક્ષ ઉઠાવ્યો છે.

ચેમ્બરના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચારો પણ ઘણા ઉમેદવારો દ્વારા તમામ સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જેને કારણે મતદારોમાં ચોક્કસ ભય જોવા મળી રહ્યો છે.

બીજી તરફ પ્રગતિ ચેનલના ઉમેદવારોએ હોદ્દેદારો જુદા જુદા સંગઠનના હોદ્દેદારો અને સિનિયર સભ્યો સાથે ગ્રુપ મીટીંગ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. પ્રગતિ પેનલના ઉમેદવાર પથિક પટવારીના જણાવ્યા મુજબ ગ્રુપ મીટીંગ હેતુ સિનિયર સભ્યોનું માર્ગદર્શન મેળવવાનો હતો અને પેનલના તમામ સભ્યો એક વિચારોને આપ-લે થાય તથા ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ તકેદારી રાખીને કેવી રીતે પૂર્ણ કરવી તે અંગેની ચર્ચા વિચારણા પણ મિટિંગમાં કરવામાં આવી હતી.

TejGujarati