110 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ઊંઝાના સંજય માધાને ઝડપી લેતી જીએસટી.

ઓટોમોબાઇલ સમાચાર

એક જ બિલ બનાવી વારંવાર બિલના આધારે માલ બહારના રાજ્યોમાં મોકલવામાં આવતો હતો

કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ રાજકારણીઓએ ‘દમ’ મારી ને બંધ કરાવી હતી

ઊંઝા બજારમાંથી કરોડો રૂપિયાનૂ જીરુ બિલ વગર જ વેચી દેવામાં આવતું હોવાથી જીએસટી ના અધિકારીઓ એ 37 સ્થળે દરોડા પાડી કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં રૂપિયા 110 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી સંજય માધા ઉર્ફે સંજય પ્રહલાદભાઈ પટેલને ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંજય માધા પટેલ સહિત ઊંઝાના ઘણા વેપારીઓ એક જ બિલ બનાવી તે બિલના આધારે વારંવાર માલ અન્ય રાજ્યમાં મોકલતા હોવાની મોડેસ ઓપરેન્ડી તપાસમાં બહાર આવી હતી. જોકે અધિકારીઓ તપાસમાં ઊંડા ઊતરે તે પહેલાં જ રાજકીય અગ્રણીઓએ અધિકારીઓને ખખડાવી તપાસ બંધ કરાવી દીધી હતી. હવે કોઈ સમીકરણો બદલાતાં આ તપાસ ફરીથી શરૂ થઈ હોય તેવી ચર્ચા ડિપાર્ટમેન્ટ અને ઊંઝાના બજારમાં સાંભળવા મળી રહી છે.

વર્ષ 2019 ના એપ્રિલ મહિનામાં પોલીસે કોઇ કોઈ ટેમ્પો પકડતા તેમાં નો માલ જીએસટી બિલ કે ઈ વે બિલ વગરનો હોવાનું બહાર આવ્યું જે અંગે જીએસટી ને જાણ કરતા જીએસટી ના અધિકારીઓ દ્વારા આ પ્રકરણની તપાસ શરૂ કરાઇ હતી અને તપાસમાં ઊંઝા ની કુલ ૩૭ પેઢીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢવામાં આવી. ઊંઝા ના વેપારીઓ બિલ વગર માલ વેચતા હતા. અથવા જીરા નું બિલ બનાવી વાહનમાં અન્ય વસ્તુ જ બહાર મોકલવામાં આવતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.આ ઉપરાંત કેટલાક વેપારીઓ એક જ વખત જનરેટ કરેલા બિલના આધારે એક કરતા વધુ વખત માલ ગુજરાત બહાર કેરાલા ,કર્ણાટક, ઓડીશા ,પશ્ચિમ બંગાળ મોકલતા હતા ‌ જે તે રાજ્યમાં પણ આ તપાસનો રેલો પહોંચ્યો હતો.

આ સંપૂર્ણ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઊંઝાનો સંજય પ્રહલાદભાઈ પટેલ ઉર્ફે સંજય માધા હોવાનું બહાર આવ્યું હતું.જોકે અધિકારીઓ તપાસ માં આગળ વધે તે પહેલા જ રાજકીય અગ્રણી દ્વારા અધિકારીઓને તાત્કાલિક તપાસ આટોપી લેવા માટે કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો હતો. જેને પગલે તપાસ તાત્કાલિક સમેટી લેવામાં આવી હતી.

હવે ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ પ્રકરણમાં સંજય માતા ને વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેણે આગોતરા જામીન લેવા પ્રયાસ કર્યા હતા આગોતરા જામીન રદ થયા હતા અને ડિપાર્ટમેન્ટ દ્વારા સંજય માતાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસમાં સંજય માધા જે ત્રણ કંપનીઓ મે. મહારાજા સ્પાઈસીસ(માલિકી પેઢી).મે.મહારાજા સ્પાઈસીસ(ભાગીદારી પેઢી). તથા એમ.ડી. કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલો છે તેના રૂપિયા 110 કરોડના બોગસ વ્યવહારો મળી આવ્યા હતા.

TejGujarati