ચેમ્બરના કર્મચારીઓનોકોરોના રિપોર્ટ નેગેટિવ : ચૂંટણી ચોક્કસ થશે ચેમ્બરના એક કર્મચારી નો રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારી લેવાની શરૂઆત કરાઈ.

સમાચાર

મતદાન સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી

ચેમ્બરમાં પ્યુન તરીકે કામ કરતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચેમ્બરની ચૂંટણી કરવી કે કેમ તેને લઈને સવાલો ઊભા થયા હતા.જોકે ચેમ્બર દ્વારા તમામ કર્મચારીઓ બુધવારે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો કે તમામ ના રિપોર્ટ નેગેટીવ આવતા હવે ચૂંટણી યોજાશે તે નક્કી થઈ ગયું છે. ચૂંટણી માટે ચેમ્બર માં ડોમ બાંધવા સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે કોરોના ના ભયાનક માહોલ વચ્ચે બહારગામ ના મતદારો મતદાન કરવા આવે છે કે કેમ તે એક મોટો સવાલ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ની ચૂંટણી જાહેર થઇ ત્યારથી રોજ રોજ નવા નવા વિવાદ ઊભા થઈ રહ્યા છે એક તરફ પ્રગતિ પેનલના ઉમેદવારો અને ચેમ્બરના કેટલાક સિનિયર સભ્યો કોઈ પણ હિસાબે ચૂંટણી થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ
હરીફ ઉમેદવારો કોઈ પણ હિસાબે ચૂંટણી થાય નહીં તેવા પ્રયાસ કરી રહ્યા છે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના 90થી વધારે શહેરોમાંથી મતદારો મત કરવા અમદાવાદ આવે તો કોરોના સંક્રમણ વધવાની સંભાવના નકારી શકાય તેમ નથી તે મુદ્દે ચૂંટણી ટાળવા માટે રજૂઆતો કરવામાં આવી હતી

ત્યારે જ ચેમ્બર માં કામ કરતા એક કર્મચારીને રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ મતદારોમાં ભય જોવા મળી રહ્યો છે.સાથે સાથે બહાર ગામથી જે મતદારો મતદાન કરવા માટે આવે તેમણે પણ હવે એક પ્રકારની ચિંતા સતાવી રહી છે. આ પરિસ્થિતિમાં તકેદારીના ભાગરૂપે ચેમ્બર ના તમામ સભ્યો ના દ્વારે કોરોના રિપોર્ટ અને ચેમ્બરના હોદ્દેદારો ના જણાવ્યા મુજબ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે ચિંતાને કોઈ સ્થાન નથી અને ચૂંટણી ચોક્કસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચેમ્બરના એક કર્મચારી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં ફરતા થઇ ગયા હતા તેમ છતાં ચેમ્બરના સેક્રેટરી દ્વારા આવું કંઈ જ નહીં થયું હોવાની જુઠાણું ચલાવવામાં આવ્યું હતું.
ચેમ્બરના કેટલાક ઉમેદવારોનો હજુ પણ એવું માનવું છે કે કોરોના ના ડર વચ્ચે બહારગામ ના મતદારો મતદાન કરવા આવે નહીં અને તેમને નુકસાન થાય તેના માટે એક જૂથ આવી પરિસ્થિતિમાં જ ચૂંટણી કરવા ઈચ્છી રહ્યું છે.

TejGujarati