ચકલીઓ આપણને શહેરીજનોને છોડીને જતી રહીની ચિંતા કરતા હોય તેમનાં માટે.. – ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.

સમાચાર

૧ – ચકલીઓને માળા બાંધવા ઘર આંગણે થોડા કાંટાવાળા ઝાંડીઝાંખરા જેમકે લોખંડની ફેન્સિંગ પર બોગનવેલ , બોરડી , ખૂણામાં બાવળ જેવા ઝાડને ઉગાડે અને એના પર માટીના ચકલીઘર અથવા નકામા ખોખા લટકાવે , નીચે ઘાસ , તણખલા , નકામા દોરા ભરીને એક ખોખું રાખે …

૨ – કાગડા સમડી અને બિલાડીથી રક્ષણ મળે એટલા માટે તો ચકલીઓ માણસોની વચ્ચે રહે છે , તમારી હાજરી ફળિયામાં હશે તો એમને શિકારીઓથી ડર નહિં લાગે…ઘરમાં ચકલીઓને રહેવા દેવા માટેના નળિયા , પિઢિયા , ટોડલા , ત્રાંસા લટકાવેલા ભગવાનના અને સ્વર્ગસ્થ વડીલોના ફોટા બધું તો જતું રહ્યું…

૩ – ચકલીનાં બચ્ચાંનો ખોરાક છે સરળતાથી નાના ગળામાં સરકી શકે એવાં નાનાં જીવજંતુ અને ભાત ખીચડીના દાણા… એમને માટે થઈને એમની અવરજવર હોય ત્યાં થોડો એંઠવાડો અને પાણી એમના માટે રાખો… જરૂર વગર જંતુનાશકો ન વાપરો… ચકલીઓ હોય તો વંદા , કાનખજૂરા , તીડ , તીતીઘોડા જેવા જંતુઓને ખાઈ જશે…

આટલું કરશો તો આજે નહિંને કાલે નાના પક્ષીઓ ફરીથી આપણી વચ્ચે રહેવા આવશે…

આ જગત આપણા એકલા માટે નથી…

ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

TejGujarati