જાણો દ્વારકાથી 2 કિમી દૂર આવેલા રૂકમણિ માતાજી મંદિર પાછળની કથા.

ભારત સમાચાર

દ્વારકામાં દર્શને જતા મોટાભાગનાં ભક્તો લાલાના ભગવાન કૃષ્ણના દર્શનથી જ એટલા ધન્ય થઈ જતા હોય છે કે તેમને બીજે ક્યાંય જવાની જરૂર નથી લાગતી હોતી. દ્વારકા ઓખા તરફ જતા 2 કિ.મી. ના અંતરે રૂકમણિ માતાનું મંદિર આવેલુ છે. જેની વાર્તા પણ કઈક એવી છે જે મોટાભાગના લોકો નહીં જાણતા હોય. ચાલો જાણીએ…

અમરાવતી નગરીના રાજકુમારી રૂકમણિ શ્રીકૃષ્ણને મનથી વરી ચૂક્ચા હતા. પરંતુ તેમના પિતાએ શિશુપાલ સાથે તેમના લગ્ન નિર્ધારિત કરી નાખ્યા હતા. આથી રૂકમણિએ શ્રીકૃષ્ણને પોતાનો પત્ર આપવા સુધીર નામના બ્રાહ્મણને દ્વારકા મોકલ્યો હતો. જેમાં તેમને પોતાની મનોદશા વ્યક્ત કરી હતી. ત્યારબાદ બંનેના લગ્ન થયા હતા.

લગ્ન બાદ શ્રીકૃષ્ણ અને રૂકમણિ દુર્વાસા ઋષિના આશ્રમે ગયા અને તેમને દ્વારકા આવીને ભોજન માટે નિમંત્રણ પાઠવ્યુ. ઋષિએ ઘોડાની જગ્યાએ પતિપત્નીએ રથ ખેંચીને લઈ શરત સાથે આમંત્રણ સ્વીકાર્યુ. ઋષિ દુર્વાસાને લઈ તેઓ નીકળી પડ્યા દ્વારકા તરફ. રસ્તામાં રૂકમણિને થાક લાગતા શ્રીકૃષ્ણએ જમીનમાં અંગૂઠો મારી ગંગાજીને પ્રગટ કર્યા. બંનેએ તરસ છીપાવી. ભૂલથી ઋષિને કહેવાનું રહી ગયુ એટલે તેઓ ગુસ્સે થયા અને બંનેને શ્રાપ આપ્યો. જેના કારણે તેઓએ 12 વર્ષ એકબીજાનો વિયોગ સહન કરવો પડ્યો હતો.
Sureshvadher
9712193266

TejGujarati