રૂપાણી સરકારનો નિર્ણય : જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ આકાર પામશે.. સચાણા શિપિંગ યાર્ડ પુનઃ ધમધમશે…

ટેક્નોલોજી બિઝનેસ સમાચાર

જામનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ છે પરંતુ હવે જામનગરમાં પણ શિપ બ્રેકિંગ યાર્ડ તૈયાર થશે. અલંગ બાદ હવે જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે.

આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ અનુસાર આ યાર્ડ તૈયાર કરાશે. જેને લીધે આસપાસના વિસ્તારોનાં લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તક ઉભી થઇ શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સચાણાની જમીનની હદ અંગેનાં વિવાદનો અંત લાવવા માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી હતી. આ પહેલનાં ફળદાયી પરિણામ સ્વરૂપે 2012થી બંધ પડેલું સચાણાનું શિપ બ્રેકિંગ ફરી વાર પુનઃ વેગવાન બનશે. વિશ્વનાં મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે.

TejGujarati