“એક હાથમાં અગ્નિ અને બીજામાં ડમરું, બન્નેનું બેલેન્સ રાખવું એટલે નટરાજ” – દેવલ શાસ્ત્રી.

સમાચાર

“એક હાથમાં અગ્નિ અને બીજામાં ડમરું, બન્નેનું બેલેન્સ રાખવું એટલે નટરાજ”

દરેક ભગવાનો પાસે આયુધ છે, તો સંગીત પણ છે. સંગીત અને ઇશ્વર એકાકાર છે. મૌન પણ સંગીતમય બનવું જોઈએ. સામ વેદનું ગાન સંગીતનો પ્રારંભ છે. ભારતીય સંસ્કૃતિમાં સંગીતના એક ગુરુ તરીકે શ્રીકૃષ્ણનો પણ સમાવેશ છે. હનુમાનજી તો ગાન્ધર્વ ગાનના રચયિતા હતાં. વીણાધારી સરસ્વતી તો સંગીતના માતા છે. કૃષ્ણની વાંસળી માત્ર મનુષ્ય જ નહીં પણ પશુ, પ્રાણી હોય કે પ્રકૃતિ… તમામ માટે મોહક હતી. શિવ ડમરુ વિના હોઇ જ ન શકે, તો નારદ તુંબરુ સાથે જ હોય. ગણપતિ પાસે વિશાળ મૃદંગ, તો માતા પાર્વતી પણ વીણા સાથે જોવા મળે છે. વીણા પણ અલગ અલગ….શિવ પાસે લમ્બી, સરસ્વતી પાસે કચ્છપી વીણા, નારદ પાસે મહતી, શિવના અનુચરો પાસે પ્રભાવતી વીણા કે રાવણ પાસે રાવણહત્થા…વીણા, શંખ, ઘંટડી…મૃત્યુ પણ સંગીત સાથે હતું. રાવણ અને દશરથના અગ્નિસંસ્કાર વખતે સંગીત વગાડવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ રામાયણમાં મળે છે. માત્ર કામ, આનંદ કે વિલાસ સાથે જ સંગીત નથી, પણ મોક્ષમાર્ગ પર પણ સંગીત જોડાયેલું છે. શિવનું નટરાજ હોય કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ, કનૈયાનું રાસ હોય કે ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા નૃત્ય સંગીતની પરંપરા ભારતમાં હજારો વર્ષોથી છે. મીરાં, ચૈતન્ય મહાપ્રભુજી હોય કે પ્રેમાનંદ અને નરસૈંયો….આખો ભક્તિયુગ સંગીત સાથે જોડાયેલો છે. સંગીત ભારતની રગરગમાં છે. વિદેશોમાં અસંખ્ય લોકો એવા છે કે જેમને ભારતીય ફિલ્મો કે ભાષા સમજાતી નથી પણ બોલિવૂડ મ્યુઝિક અને બોલિવૂડ ડાન્સ પસંદ છે. આ ભારતનો સોફ્ટ પાવર છે જે દુનિયામાં કોઈ દેશ પાસે નથી.

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply