ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી* હવે બની ગયું અધીકૃત સંગઠન..

સમાચાર

ગુજરાતી ચલચિત્ર જગતના એકમાત્ર અધીકૃત સંગઠનનો આજથી વિધીવત પ્રારંભ..

ટ્રસ્ટી મંડળ, સલાહકાર સમિતિ, કોર કમિટી અને વિવિધ પાંખોથી સક્ષમ માળખું રચાયું..

ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓને મોટી સંખ્યામાં સભ્ય બનવા આહવાન..

અમદાવાદ
ગુરૂવાર.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જે રીતે આગળ વધી રહ્યો છે. એક પછી એક સફળ ફિલ્મો આવી રહી છે ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કલાકારો કસબીઓ હવે એક છત્ર નીચે સંગઠીત થાય તે દિશામાં પહેલું કદમ આ જ ઇન્ડસ્ટ્રી સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા કેટલાક મીત્રો દ્વારા ભરવામાં આવ્યું છે.

ભુતકાળમાં માત્ર એક વોટ્સએપ ગૃપ પરથી સંગઠન બનાવવાનો વિચાર કેટલાક મીત્રો ને આવેલો, પરંતુ હવે એ વિચાર પરીપક્વ થયો છે અને *ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી નુ હવે અધીકૃત રીતે રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે.*

આ ફ્રેટરનીટી માટે આ સંગઠનના પ્રવક્તા અને જનરલ સેક્રેટરી શ્રી અભિલાષ ઘોડા એ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જાણીતા ફિલ્મ મેકર ડો. દર્શન અશ્ર્વિન ત્રીવેદી દ્વારા બનાવાયેલ વોટ્સએપ ગૃપ માંથી જન્મેલો આ વિચાર, અને ત્યારબાદ ડો.દર્શન અશ્ર્વિન ત્રીવેદી સાથે જોડાયા ગુજરાતી ફિલ્મ એવોર્ડ ના આયોજક તરીકે પોતાનું નામ બનાવનાર શ્રી હેતલભાઇ ઠક્કર, ભાઇ ભાઇ ફેમ શ્રી અરવિંદ વેગડા, જાણીતા નિર્માતા/દિગ્દર્શક શ્રી અભિલાષ ઘોડા, જાણીતા કવિ અને હાસ્ય કલાકાર શ્રી વિનય દવે, જાણીતી નિર્માત્રી શ્રીમતી ટ્વિંકલ બાવા, જાણીતા લેખક/દિગ્દર્શક શ્રી વિજય કે. પટેલ, અને આવું સંગઠન બનાવવા તરફ પગરણ માંડયા.

સૌ પ્રથમ ત્રણ વર્ષ માત્ર એક ગૃપ તરીકે કામચલાઉ રીતે આ સંગઠન ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બીન અધીકૃત સંગઠનને કારણે સરકારી અને અન્ય જગ્યાએ તેનું યોગ્ય વજન નહતું પડતું.

પરંતુ હવે આ સંગઠનનું અધીકૃત રીતે રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે.
આજ તારીખ ૨૦ ઓગષ્ટ ના ગુરુવારે આ અધીકૃત સંસ્થા ની વિધીવત જાહેરાત કરવામાં આવી.
સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી સંપુર્ણ સૌશીયલ ડીસ્ટન્સનુ પાલન કરી આ જાહેરાત કરવામાં આવી. હાજર સભ્યોને પુષ્પગુચ્છ ને બદલે હેન્ડ સેનેટાઇઝર અને માસ્ક આપી સામાજીક સંદેશો પણ આપવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી નરેશ કનોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના જન્મદિવસે ખાસ કેક પણ કાપવામાં આવેલી. આ ઉપરાંત શ્રીમતી આરતી સંદિપ પટેલ, શ્રી વંદન શાહ, કુ. મમતા સોની, શ્રી વિજયગીરી બાવા, શ્રી સંજય પટેલ, શ્રી તપન વ્યાસ, શ્રી શ્રીનિવાસ પાત્રો, શ્રી દિલીપ દવે, શ્રી પીયુષ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સંગઠનની કોર કમિટી માં પ્રમુખ તરીકે શ્રી હેતલભાઇ ઠક્કર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે શ્રી અરવિંદ વેગડા, મહામંત્રી અને પ્રવક્તા તરીકે શ્રી અભિલાષ ઘોડા, ખજાનચી તરીકે ડો. દર્શન અશ્ર્વિન ત્રીવેદી તથા વર્કીગ કોર કમિટી ના સભ્યશ્રીઓ તરીકે શ્રી વિનય દવે, શ્રીમતી ટ્વિંકલ વિજયગીરી બાવા અને શ્રી વિજય કે. પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંગઠનમાં ફિલ્મ જગતના દિગ્ગજોને સલાહકાર સમિતિ માં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વરીષ્ઠ કલાકાર શ્રી નરેશ કનોડિયા, વરીષ્ઠ નિર્માતા શ્રી સી.એમ.પટેલ, વરીષ્ઠ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ, જાણીતા કવિશ્રી તુષાર શુક્લ, કેમેરા ના કસબી તરીકે જાણીતા શ્રી દર્શન દવે, જાણીતા નિર્માતા અને દિગ્દર્શક તથા ઇમ્પા ના ઉપપ્રમુખ શ્રી હરેશ પટેલ, જાણીતા નિર્માત્રી અને ઇમ્પા ની કોર કમીટી ના સદસ્યા શ્રીમતી આરતી સંદિપ પટેલ, જાણીતા ફિલ્મ વિતરક શ્રી વંદન શાહ, જાણીતા ફિલ્મ ક્રિટીક શ્રી કાર્તિકેય ભટ્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે અલગ અલગ પાંખો માં પણ સક્ષમ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. જેવી કે નિર્માતા પાંખ ની જવાબદારી નિર્માત્રી શ્રીમતી શિતલ શાહ અને નિર્માતા શ્રી સંજય પટેલ ( લાલન ) ને, દિગ્દર્શક પાંખની જવાબદારી જાણીતા દિગ્દર્શકો શ્રી વિપુલ મહેતા અને શ્રી રાહુલ ભોલેને, કલાકાર પાંખ ની જવાબદારી જાણીતા કલાકારો શ્રી ધર્મેશ વ્યાસ , શ્રી ચંદન કેશવ રાઠોડ, કુ. મમતા સોની અને કુ. શ્રધ્ધા ડાંગરને, સંગીત પાંખ ની જવાબદારી જાણીતા સંગીતકારો શ્રી સમીર રાવલ અને શ્રી મૌલિક મહેતા ને, તથા જનરલ પાંખ ની જવાબદારી જાણીતા સંકલનકાર શ્રી શ્રીનિવાસ પાત્રો, જાણીતા ડી.ઓ.પી. શ્રી તપન વ્યાસ, નિર્માણ નિયામકો શ્રી દિલીપ દવે અને શ્રી પીયુષ સોલંકી ને સોંપવામાં આવી છે.
*ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી માં જોડાવા માટે તમામ વિગતો ફ્રેટરનીટીની અધીકૃત વેબસાઇટ www.gujaratifilmfraternity.com પર મુકવામાં આવી છે.* અને ગુજરાતી ચલચિત્ર જગત સાથે જોડાયેલા સૌ કલાકારો અને કસબીઓને આ સંગઠનમાં જોડાવા અનેક દિગ્ગજો તરફથી વિનંતી પણ કરવામાં આવી છે.

આ સંગઠન આજથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના હીત માં હકારાત્મક કાર્યો કરશે તેમ પણ જણાવાયું છે.

સંપર્ક સુત્ર : અભિલાષ ઘોડા : મહામંત્રી અને પ્રવક્તા : ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી. : ૯૮૯૮૦૩૨૪૪૩

TejGujarati