ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ. પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન

બિઝનેસ સમાચાર

ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન

પ્રામાણિક કરદાતાઓ નું ડિપાર્ટમેન્ટ દ્વારા સન્માન કરવામાં આવશે

હવે અમદાવાદના કરદાતા નું એસેસમેન્ટ કોલકાતા બેંગલોર કે મુંબઈનો અધિકારી પણ કરી શકશે

ગુજરાતના ઇન્કમટેક્સના પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈને જણાવ્યું હતું કે દેશની ઇન્કમટેક્સ ને લગતી સંપૂર્ણ સિસ્ટમ મોટા ફેરફાર આવી રહ્યા છે. ફેસ લેસ સ્ક્રુટીની સિસ્ટમ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. આગામી દિવસોમાં ફેસલેસ સ્ક્રુટીની અને ફેસલેસ અપીલ દ્વારા ડિપાર્ટમેન્ટની સંપુર્ણ કામગીરી ચાલશે જેને કારણે કરદાતાઓ ની ઘણી મુશ્કેલીઓ ઘટી જશે

લોકોમાં ફેસલેસ સ્કુટીની સિસ્ટમની જાણકારી વધે તેના માટે પીઆઇબી દ્વારા એક વેબીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ઇન્કમટેક્સના પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન સહિતના અગ્રણીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા પીઆઇબીના ધીરજ કાકડીયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રામાણિક કરદાતાઓ ડિપાર્ટમેન્ટ દ્વારા સન્માન કરાવવાની બાબતને આવકારી હતી

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટે આ યોજના લાવવાની જરૂરિયાત કેમ ઉભી થઇ તે મુદ્દે જાણકારી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા કરદાતાઓની બિનજરૂરી રીતે સંખ્યાબંધ વિગત મંગાવી પરેશાન કરવામાં આવતા હતા અધિકારીઓ કરદાતા ઉપર અનેકઘણા ટેક્સની આકારણી કરતા હતા જેને પરિણામે ભ્રષ્ટાચાર થતો હતો કાફે કેફી ડે ના સ્થાપક સિદ્ધાર્થના આપઘાત બાદ તેની સુસાઇડ નોટમાં પણ આવકવેરા અધિકારીઓ ના ત્રાસ અને દબાણ બહાર આવતાં નાણામંત્રાલય સફાળું જાગ્યું હતું.

મંત્રાલયે આ દુષણ બંધ કરાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા વર્ષ 2018- 19 માં ફેસલેસ સ્કુટીનીનો પ્રયોગ લોકલ અધિકારીઓ પાસેથી શરૂ કરાયો હતો. ત્યારબાદ દેશભરમાં ફેસલેસ સ્કુટીની સિસ્ટમ અને ટેક્સ પેયર ચાર્ટર્ડ 13મી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ લોન્ચ કરી હતી આ યોજના ની વિશેષતાઓ એ છે કે કોઈ અધિકારી અને કરદાતા વચ્ચે સંપર્ક નહીં થાય એની નોટિસથી આકારણી સુધીની તમામ પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ રહેશે એટલે કે અમદાવાદના કરદાતાની આકારણી કલકત્તા કે બેંગ્લોર અથવા મુંબઈનો પણ અધિકારી કરી શકશે.

કાર્યક્રમમાં સુનિલ તલાટીએ ઇન્કમટેક્સનું રિટર્ન ભરતી વખતે કરદાતા હોય શું તકેદારી રાખવી પડશે તેની સમજ આપી હતી તેમણે ફેસલેસ અપીલ વિષે જણાવ્યું હતું જે ૨૫મી સપ્ટેમ્બર થી અમલમાં આવશે અપીલની સુનાવણી પણ ફેસલેસ રહેશે.

ત્યાર બાદ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ ધંધા-ઉદ્યોગ ને ફેસલેસ સ્કુટીની સિસ્ટમથી તેના ફાયદા અંગે માહિતી આપી હતી.

ગુજરાત રાજ્યના ઈન્કમટેક્સ કમિશનર અમિત
જૈને ફેસલેસ એસેસમેન્ટ અંગેની વિવિધ સ્લાઈડ બતાવી ઇન્કમટેક્સની કામગીરીમાં હવે કેવી પારદર્શિતા રહેશે તેની માહિતી આપી હતી કરદાતાઓ માટેના ટેક્સ પેયર ચાર્ટર વિશે તેમણે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ફૂલ ઓફિસરના બે તૃતીયાંશ ઓફિસર એસેસમેન્ટના કામ લગાવવામાં આવશે જ્યારે બાકીના ઓફિસર , અપીલ સર્ચ ફરિયાદ નિવારણ ટેક્સ રિકવરી તેમજ અન્ય કામગીરીમાં લગાવવામાં આવશે સમગ્ર ભારતમાં તમામ તૈયારીઓ પુરી કરી દેવાની તૈયારીમાં છે તેમણે જણાવ્યું હતું કે મોટા ટેક્સ ચોરી ના કેસો અને ઇન્ટરનેશનલ ટેક્સ ચોરીના કેસોની લોકલ અધિકારીઓ તપાસ કરશે.તેમણે આશા વ્યક્ત કરી હતી કે કરદાતાઓને આનો લાભ મળશે અને આવકવેરા અધિકારી તેમજ કરદાતા વચ્ચેના સંબંધો સુધરશે.

TejGujarati