માતૃત્વ ધારણ કરવા માટે વરદાન રૂપ સારવાર.

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી બિઝનેસ લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદમાં આવેલા શાશ્વત આઈ.વી.એફ અને વુમન હોસ્પિટલના યુગલ ડૉ. રાજેશ પંજાબી અને ડો. શિતલ પંજાબી ૧૯૯૬માં  એમ.ડી (ગોલ્ડ મેડલ) સાથે ગાયનેક થયા, અને પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. ડો. રાજેશ પંજાબીએ ફ્રાન્સ જઈને ડિપ્લોમા ઈન ગાયનેક એન્ડોસ્કોપી સર્જરીમાં આગળ અભ્યાસ કર્યો. જ્યારે ડો.શિતલ પંજાબીએ અમેરિકામાં  કલીવલેન્ડ ક્લિનિક ખાતે ટેસ્ટટ્યુબ બેબી સારવાર પદ્ધતિની ડીગ્રી હાંસલ કરી.
૫૦૦૦ થી વધુ સફળ ડિલિવરી, ૩૦૦૦ થી વધુ સફળ ગાયનેક એન્ડોસ્કોપી સર્જરી,
૩૦૦૦ થી વધુ સફળ ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર કરી છે.
2019 માં યુપીના ગોરખપુર ગામથી એક યુગલ જે બાળક માટેની ઝંખના લઈને દરબદર ફરતાં હતાં. જેમણે જુદા જુદા ડોક્ટરોની સારવાર લીધી હતી. પરંતુ તેમના ગર્ભાશયમાં પડદો હોવાથી , ગર્ભ ધારણ નાં થાય અને ગર્ભ ધારણ કરે તો ત્રણથી ચાર મહિનાનો ગર્ભ થાય એટલે abortion થતું હતું.  તેથી બેનને ક્યારેય બાળક નહીં થઈ શકે એવું ડોક્ટરોએ નિદાન આપ્યું , પણ આ કપલ જ્યારે ડો. રાજેશ પંજાબીને મળ્યા ત્યારે સાહેબે હિસ્ટ્રોસ્કોપી સર્જરીની સલાહ આપી, અને ડોક્ટરની સલાહ અને સારવાર પર વિશ્વાસ રાખીને આ યુગલે શાશ્વત આઈવીએફ ખાતે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સારવાર કરાવી, ગર્ભાશય નો પડદો કાપી ને , ગર્ભાશય ની કોથળી નું reconstruction કરાવ્યું અને ત્રીજા જ મહિને બેનને ગર્ભ રહ્યો. નવ મહિના ની પ્રેગ્નન્સી દરમિયાન ડો. શિતલ અને ડો. રાજેશની સલાહ અને સારવાર લીધી. તેનાં પરિણામે , 27 જુલાઈ 2020 ના રોજ પુરા મહિનાના ત્રણ કિલો વજન ના સ્વસ્થ બાળક જન્મના ખુશી ખબર મેળવ્યા હતાં. સાયન્સ, ટેકનોલોજી, માનવતા, નોલેજ અને સારવારની મદદથી , આ દર્દી ને ઈશ્વરે આ ખુશી પ્રદાન કરી તેના માટે આ ડોક્ટર દંપતિ ઇશ્વરનો આભાર માને છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •