?દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદના પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ સાબિત થવાની સંભાવના.

સમાચાર

ભાણવડ (સુમિત દતાણી): દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદ પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ લઈ ને આવ્યો છે સતત વરસી રહેલા વરસાદે ચારે તરફ પાણી ફેરવ્યા હોઈ હાલ ખેડૂતોને મોટુ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભાણવડમાં આ વર્ષ પડેલા ભરે વરસાદ કારણે ખેડૂતો મુશ્કેલ વધી રહી છે સતત વરસી રહેલા વરસાદના કારણે મગફળી સાહિતના પાક પાણીમાં ગરકાવ થયા છે સતત વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે ભાણવડમાં આવેલ ખરાવડ વિસ્તારોમાં આવેલ તમામ ખેતરોમાં પાણી ભરાવા ને કારણે ઉભા મગફળી, કપાસ, સહિતના પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો મોટું નુકસાન આવ્યું છે ત્યારે ભાણવડ પંથકમાં ભારે વરસાદના પગલે સતત ખેતરોમાં પાણી ભરાય રહ્યા છે ખેડૂતો દ્રારા માંગ કરાઈ રહી છે કે સરકાર આ મામલે યોગ્ય વળતર ખેડૂતોને આપે આ સીઝનમાં ભારે વરસાદ થયેલ હોઈ અત્યાર સુધી માં ભાણવડ તાલુકામાં મોસમ નો કુલ વરસાદ 68 ઈંચ નોંધાયો છે ત્યારે ખેડૂતોને ભારે વરસાદના કારણે વ્યાપક જમીન ધોવાણ સહિત ઉભા પાકને પણ વ્યાપક પાણી ભરાઈ જવાના તેમજ પુરના કારણે વ્યાપક નુકસાન થયેલ છે ત્યારે હજુ સર્વે કરવા માટે પણ કોઈ ડોકાયું ન હોઈ તંત્ર જાણે ગાઢ નિંદ્રામાં સુતેલુ હોઈ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

TejGujarati