મોસ્ટ કિડ્સ રેમ્પ વૉક સેલ્યૂટ ટૂ વોરિયર”ના નામે સ્વાતંત્રતા દિવસે વર્લ્ડ રેકોર્ડ્સ ઑફ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધાયો

સમાચાર

“મોસ્ટ કિડ્સ રેમ્પ વૉક સેલ્યૂટ ટૂ વોરિયર”ના નામે સ્વાતંત્રતા દિવસે વર્લ્ડ રેકોર્ડ્સ ઑફ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધાયો.

અમદાવાદ,15 ઓગસ્ટ 2020: કોરોના મહામારીના કારણે સમગ્ર દેશ ઘણા દિવસો માટે સ્તબ્ધ થઇ ગયો છે, બધા પોતાનુ પ્રાણ પંખેરું બચાવવા ઘરમાં બેસી ગયા છે. તેવા સમયમાં કોરોના સામે પોતાના પ્રાણની પર્વા કર્યા વગર કોરોના મહામારી સામે લડી રહેલા કોરોના વોરિયર્સને દેશવાસીઓએ વિવિધ રીતે સલામી અને સન્માન કરવામાં આવ્યા છે. જેમ કોરોનાએ જેટલો ત્રાહિમામ મચાવીઓ છે તો સામે કોરોના વોરિયર્સએ તેટલી કમર કસીને તેનો સામનો કરી રહ્યા છે. તેના પરિણામ રૂપે આપણે અત્યારે અનલૉક કરી શક્યા છીએ. ત્યારે ગ્લેમર વર્લ્ડ એન્ટરટેઇન્મેન્ટ અને જિનિયસ ફોઉન્ડેશનએ બાળકોના ઑડિશન સરકારશ્રીએ જાહેર કરેલ નિયમના પાલન સાથે લીધા, તેમાં 17 જેટલા બાળકોને પસંદ કર્યા અને તે કોરોના વોરિયર્સની વેશભૂષા કરીને સ્વતંત્રતા દિવસે રેમ્પ વોક કરી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધીયો. આ કાર્યક્રમ અમદાવાદના નવરંપુરા વિસ્તારમાં થયો હતો જેમાં નિર્ણાયક તરીકે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ પવન સોલંકી હાજરી આપી હતી. આ દ્વારા રેકોર્ડના સર્જન સાથે કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધશે અને બાળકોને એક નવું પ્લેટફોર્મ મળશે. આ 17 બાળકો વિવિધ કેટેગરી જેમ કે પોલીસ, ડૉક્ટર, નર્સ, ટીચર, ન્યૂઝ રિપોર્ટર, ફાયર મૅન, વગેરેની વેશભૂષા સાથે રેમ્પ વૉક કરવામાં આવ્યો હતો.ખાસ આમ કોરોના વોરિયર્સ તરીકે પેરેન્ટ્સને પણ સમાવેશ કરવામાં આવ્યો છે તે એક નોખી વાત છે. જયારે ઇતિહાસમાં કોરોનાની વાત થાય ત્યારે આ રેકોર્ડને પણ જરૂરથી યાદ રખાશે. આજનો બાળક કાલનું ભાવિ છે તો આ દ્વારા તે દેશ પર આવેલી મુશ્કેલી સામે લડવાના સંસ્કાર મળે તે હેતુ પણ છે. આ રીતેનો રેકોર્ડ ભારતમાં કોઈએ સર્જ્યો નથી , ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે. કાર્યક્રમમાં જ “મોસ્ટ કિડ્સ રેમ્પ વૉક સેલ્યૂટ ટૂ વોરિયર ” નું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું અને ત્યારે જ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો.

NAME WARRIOR
HIYA P PATEL TEACHER
HEEYA K PATEL DOCTOR
ERINA KHAN NEWS REPORTER
KATHAN NAIK KRISHNA
JANVI KHATRI JAYANTI RAVI
DEVARSH KASUNDRA MODI
SHRUT SHAH FIREMAN
RATNAM SHETH PILOT
DARSH SHAH DOCTOR (MALE)
DARSHIL PANDYA SHIVANDJHA
AANYA PATEL DOCTOR (FEMALE)
MAHI MEHNDIRATTA (PARENTS)
ARYA CHAVDA (PARENTS)
ZAID MANSURI
RIDHIMA GUPTA
PERL ANAM
FREYA ANAM

TejGujarati