*અમદાવાદ ક્ષત્રિય ભાવસાર સમાજ,બાપુનગર તરફથી સમાજના બાળકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજયો.

સમાચાર

*અમદાવાદ ક્ષત્રિય ભાવસાર સમાજ,બાપુનગર તરફથી સમાજના અભ્યાસ કરતા બાળકો માટે ઈનામ વિતરણ નો કાર્યક્રમ તા.૧૫/૮/૨૦ ને શનિવારના રોજ રાખવામાં આવેલ જેમાં આશરે ૨૦૦ જેટલા બાળકોએ ફોર્મ ભરેલ.જેમાં તમામ બાળકોને સમાજ તરફથી વિના મૂલ્યે કુલસ્કેપ ચોપડા, ઈનામ તથા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું. હાજર રહેલ સૌ સભ્યો એ માસ્ક પહેરીને તથા સોશ્યલ ડીસ્ટનસીંગ નું પાલન કરીને કાર્યક્રમને સફળ બનાવેલ. ભાવસાર સમાજના કુળદેવી ર્માં “હિંગળાજ માતાજી” ની અસીમ કૃપાથી સમાજ છેલ્લા ૨ વર્ષથી આવા કાર્યક્રમ નું આયોજન કરે છે જેમાં સૌ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવે છે.*
*?જય હિંગળાજ માતાજી*?

TejGujarati