કોરોના મહામારી દરમિયાન G.I.T.નાં વિદ્યાર્થી હર્ષિલ પટેલ તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવેલ સેવાયજ્ઞ મિશન કોરોના.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કોરોના મહામારી દરમિયાન GIT કોલેજનાં હર્ષિલ પટેલ તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવેલ સેવાયજ્ઞની સુંદર અને નોંધપાત્ર પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

સમગ્ર દેશ કોરોના જેવી ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે ક્યારેય ન વિચાર્યુ હોય તેવી પરિસ્થિતિથી દેશ અને દેશવાસીઓ ઝઝૂમી રહ્યા છે આવા સમયમાં સરકારની સાથે સાથે દરેક નાગરિક ની‌‌‌‌ પણ જવાબદારી છે કે આપણે આપણા દેશવાસીઓને આપણાંથી બનતી મદદ કરીએ ત્યારે આપ શ્રી ને જણાવતા ખુબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આવી કપરી પરિસ્થિતીમાં હર્ષિલ પટેલ તેમજ તેની ટીમે માણસાઈના દીવા બની અજવાળું ફેલાવતા નરોડા અને તેના આસપાસના‌‌ વિસ્તારના ત્રણ હજારથી વધુ પરિવારોને 15 દિવસ ચાલે તેટલી કરિયાણાની કીટ આપીને તેમને મદદ પહોંચાડવાનું કાર્ય કર્યું જેની સમગ્ર માહિતી નીચે મુજબ છે
તારીખ 26 માર્ચના રોજ યોગ્ય આયોજન માટે મિટિંગ કરી હર્ષિલ પટે લે 30 યુવાઓના ગ્રુપ સાથે આ સેવાયજ્ઞ ની શરૂઆત કરી જેનું નામ આપવામાં આવ્યું.

મિશન ફૂડ કોરોના ત્યારબાદ નરોડા અને તેની આજુબાજુના જરૂરીયાત મંદ વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો અને જે તે મહોલ્લા અને સોસાયટી ના આગેવાનોનો સંપર્ક કરી તેમના વિસ્તારના જરૂરિયાત મંદ લોકો નું લીસ્ટ મંગાવવામાં આવ્યું આ લીસ્ટ તે‌ જ એરિયાના વ્યક્તિ પાસે વેરીફાઈ કરાવવામાં આવ્યું જેથી કોઈ વ્યક્તિ સેવાનો ગેરલાભ ના લઇ શકે.

આ રીતે પાકું લિસ્ટ બનાવી તબક્કાવાર વિતરણની શરૂઆત કરવામાં આવી આ મિશનનો લાભ અન્ય બાકી રહે લાભાર્થીઓ લઇ શકે તે હેતુથી આ મિશનનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો જેના પર કોલ કરીને પણ ચકાસણી બાદ રાશન કિટ મેળવી શકે તારીખ ૩૦ એપ્રિલ સુધી નરોડા ઇસનપુર હાથીજણ નિકોલ જેવા ઘણા બધા વિસ્તારોમાં સેવા કરવાનું ચાલુ રાખ્યું‌ ત્યાર પછી ૫ મે પછી આ ટીમે પશુ-પક્ષીઓ માટે ની કીટો બનાવવાનું શરૂ કર્યું જેમાં ગાયો ના કુંડા,કૂતરા માટે બિસ્કીટ,પક્ષીઓ માટે ચણ તથા આર્ટિફિશિયલ માળાનું વિના મૂલ્ય વિતરણ શરૂ કયુ.

આ મહામારીમાં 24 કલાક અવિરતપણે કામ કરનાર ટીમના સભ્યો નીચે પ્રમાણે છે
હર્શિલ પટેલ,વિવેક વ્યાસ,દર્શિલ પટેલ, વિનય વ્યાસ,રાકેશ પટેલ,હેનિલ શાહ,માલવ બારડ
વિનય પ્રજાપતિ,ધ્રુવ વ્યાસ.

સ્ટોરી. કેડીભટ્ટ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •