શિવરાત્રી નિમિત્તે, ધરા શાહ દ્વારા આદિ શંકરાચાર્ય કૃત ૧૫૦ વર્ષ પૌરાણિક સુવર્ણમાળાનું ફ્યુઝન વર્ઝન થઈ રહ્યું છે રિલીઝ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

શ્રાવણ માસ ના પવિત્ર માસ માં ઘણા કલાકારો પોતાની કલા દ્વારા વિવિધ વિડિયો અને વિશિષ્ટ પ્રસ્તુતિઓ કરતા હોય છે. ત્યારે શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે, એટલે કે શિવરાત્રી ના પાવન તહેવાર પર દર વખતે કંઇક હટકે કરવા માટે પ્રખ્યાત ધરા શાહ on huge public demand , કંઇક નવુ લઈ ને આવી રહ્યા છે.

૧૫૦ વર્ષ પૌરાણિક સુવર્ણ માળા , આદિ શંકરાચાર્ય કૃત કે જેમાં સંસ્કૃત માં ૫૦ શ્લોક દ્વારા શિવ નાં સૌન્દર્ય અને શિવ ને સમર્પિત થવાની વાત ને ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે અને જેમાંથી ૧૫ શ્લોક ફ્યુઝન વર્ઝન માં નવા રૂપ માં પ્રસ્તુત કરવા માં આવ્યા છે.

ભારતીય સંસ્કૃતિ માં સંસ્કૃત ભાષા નું અલગ જ મહત્વ છે અને સંસ્કૃત શ્લોક માં એક ગજબ ની પોઝિટિવ એનર્જી અને અલગ જ વાઈબ્રેશન હોય છે.

ધરા શાહ ને પૂછતાં તેઓ એ કહ્યું કે મેં જ્યારે આ સુવર્ણ માળા સાંભળી ત્યારે સમજ માં કઈ જ ના આવ્યું પણ અડધી રાત સુધી મન માં ઘુમતું રહયું. રાત્રે જ ઉઠી ને એના શબ્દો શોધ્યા અને વાચ્યા અને તેનો અર્થ વાચ્યો.

ખુબ જ ગમ્યું અને ત્યારે જ નક્કી કરી લીધું કે આગામી શિવરાત્રી ના દિવસે હું શિવભક્તિ નું આ જ ગીત ભેટ ભગવાન ભોલેનાથ ના ભક્તો ને ભેટ કરીશ.

માત્ર ૧૫ જ દિવસ માં આ ગીત બન્યું , શૂટિંગ થયું અને હવે શિવરાત્રી નાં રિલીઝ થવા તૈયાર છે. કદાચ બીજા ગીતો ની જેમ આની સાથે ગાવું શરૂઆત માં અઘરું લાગશે પણ આ સ્તુતિ માં જે વાઈબ્રેશન છે તેના થી શિવભક્તો નો ખુબ પ્રેમ મળશે એવી મને ખાતરી છે .

આશા છે મારા આ નવતર પ્રયાસ ને પણ લોકો નો એટલો જ પ્રેમ મળે.

D’Das Production નીચે તૈયાર થયેલા આ ગીત નો કોન્સેપ્ટ અને સંગીત ધરા શાહ નું છે. જેમાંસંગીત પણ ધરા શાહ દ્વારા આપવા માં આવ્યું છે અને તેને વિમલ કશ્યપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કૃણાલ વૈષ્ણવ ની મદદ પણ કબીલદાદ રહી છે. જ્યારે મિક્સ & માસ્ટર સ્વર મેહતા એ કર્યું છે.

શિવ ના સૌન્દર્ય ને પ્રકૃતિ ના રુપે દર્શાવવા આ ગીત નું શૂટિંગ અભિનંદનભાવનગર પાસે ના ખુબ જ રમણીય એવા મહાદેવ ગાળા પર કરવામાં આવ્યું છે. કોન્સેપ્ટ ને વિડિયો માં ઉતરવા માં આવ્યો છે પાર્થ ગોંડલિયા દ્વારા અને 24FPS ના બેનર નીચે , ચિંતન મેહતા દ્વારા એડિટ કરવામાં આવ્યો છે.

તો આ શિવરાત્રી એ શિવમય બનવા તૈયાર છે સૌ શિવભક્તો અને ધરા શાહ ને આ ગીત રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.

TejGujarati