ગુજરાતી મનોરંજન જગત માં અભિનય – દિગ્દર્શક અને નિર્માતા નો સુભગ સમન્વય :- પ્રકાશ ગઢવી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સાયલેન્સ… લાઈટ… કેમેરા… એકશન… ની ગ્લેમરસ દુનિયામાં કામ કરતાં કલાકાર – કસબીઓ ના નામ માં એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે.. બહું નાની ઉંમરે પોતાના અથાગ પરિશ્રમ અને આવડત ને લઈને આજે કોરોના ના કારણે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના કલાકારો- કસબીઓ જે હાલાકી નો સામનો અને બેકારી સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે પ્રોડ્યૂસર તરીકે પોતાનું પ્રથમ પગલું માંડી રહેલાં, માત્ર 25 વરસ ના સાહસી યુવક પ્રકાશ ગઢવી અને એમના માત્ર 21 વરસના મિત્ર નવરંગને લાખો સલામ…

અમારાં આ સાહસ થકી થોડાં ઘણાં કલાકર-કસબીઓ ને આવાં કપરાં સમયમાં થોડો ઘણો પણ રોજગાર મળી જાય તોય બહું છે… બન્ને મિત્રો પ્રકાશ અને નવરંગ ની આ જુસ્સા સભર લાગણીઓ ને આજે દરેક ગુજરાતી વધાવી લેવાં તત્પર હશે…

પ્રકાશ ગઢવી ના કહેવા પ્રમાણે આ કોરોનાકાળ માં ઉભી થયેલી વિકટ અને સંઘર્ષ પૂર્ણ પરિસ્થિતિ થી બન્ને મિત્રો સારી રીતે વાકેફ છે… આજ થી ચાર – પાંચ વરસ પહેલાં બંનેએ પોત પોતાની રીતે જ્યારે કઈંક કરી બતાવવાના સંકલ્પ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં પાપા પગલી ની શરૂઆત કરી ત્યારે પ્રથમ ગ્રાસે માક્ષિકા જેવો અનુભવ થયો.. પ્રકાશ ને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આવવા થનગનતા દરેક નવા કલાકાર ની જેમ હતું કે, મારી આવડત ને મારાં ટેલેન્ટ ને બે હાથ પહોળા કરી આવકારવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તૈયાર જ છે… પણ, ના કોઈ ફિલ્મી ફેમિલી બેકગ્રાઉન્ડ.. ના કોઈ ગોડફાધર.. ગરીબ પરિવાર માં થી આવતાં આ યુવક ને શરૂઆતમાં અપમાનો ના ઘૂંટ પીવા પડ્યાં.. આત્મવિશ્વાસ ને છિન્નભિન્ન કરી નાંખે એવા પ્રસંગો ની તો કમી જ ન’હતી.. સંઘર્ષ કરતાં હર એક નવા કલાકારો ના દુરુપયોગ થવા.. જેમ કે, પટાવાળા જેવું વર્તન કરવું.. ચ્હા – પાણી લેવા મોકલવા.. પર્સનલ કામ કરાવવા.. જેવા ઘાતક અનુભવો થી પણ ડર્યા – હાર્યા વગર પોતાની સફર આગળ ધપાવ્યે રાખી.. અહીં ગુજરાતમાં થી મુંબઈ ની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના મહાસાગરમાં તરવા ગયેલાં ભૂખ્યાં તરસ્યા પેટે પ્રકાશ ગઢવી નો સહર્ષ ચાલું જ રહ્યો.. અલબત્ત અહીં થી જતાં પહેલાં.. “અહીં કશું ના ઉકાળી શક્યો એ મુંબઈ જઈ ને શું કરી લેવાનો..” જેવા અંગત મિત્રો ના મહેણાં-ટોણાનું ભાથું મુંબઈ ના સફર માટે તૈયાર જ હતું.. હવે તો ઘરનાઓ પણ બાકી રહ્યા ન’હતાં.. એમની પ્રકાશ ના ભવિષ્ય ની ચિંતાઓ સતત વજ્રઘાત કરતી હતી. કે હવે બહું થયું.. આના કરતાં ક્યાંક નોકરી શોધી લે.. અમદાવાદ ના સઘર્ષકાળ દરમ્યાન જ નવરંગ નો ભેટો થયેલો.. એકટર બનવા આવેલાં નવરંગ ને પણ બહું જલ્દી સમજાઈ ગયું હતું કે, અહીં લોઢાના ચણા ચાવવા સહેલા છે પણ અદાકાર, એક્ટર બનવું એ ગોડફાધર વગર અઘરું છું.. બન્ને મિત્રોએ ત્યાર થી નક્કી કર્યું હતું કે, કઈ પણ બનીશું.. કરીશું.. પણ આપણું કેરિયર તો આપણી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જ બનાવીશું.. અને આખરે મુંબઈ માં પ્રકાશ ની મહેનત રંગ લાવી.. એના સંઘર્ષ ની સામે નસીબ ઝૂક્યું અને શરૂઆત કરાવી એના ભૂખ્યાં પેટ અને રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ પર સુવાની તકલીફ નું નિવારણ આવ્યું.. મુંબઈ માં એક નાનકડી ઓફીસ માં એને રહેવા ખાવા સાથે 15000 પગાર ની કાસ્ટિંગ ડિરેકટર ની નોકરી મળી.. અને તરત ભેરૂ નવરંગ ને મુંબઈ બોલાવ્યો.. હવે રહેવા ખાવા પીવાની બહુ ચિંતા ન’હતી.. હવે દ્રષ્ટિકોણ બદલાયો હતો.. હવે અદાકાર એકટર તરીકે કામ શોધવું ન’હતું પણ નવું કામ શીખવું હતું.. પૈસા કમાવવા હતાં.. સ્થિરતા લાવવી હતી… પૈસા ના અભાવો ભોગવ્યા હતાં.. એ અભાવો માં શું શું ગુમાવ્યું એ પણ યાદ હતું.. દાખલા તરીકે અમદાવાદ માં જ એક ખૂણા થી બીજા ખૂણા માં ઔડીશન આપવા જાઉં હોય તો ખિસ્સામાં બસ ટીકીટ ના 25 રૂપિયા ના હોય અને હાથ મસળીને બેસી રહેવું પડતું હતું.. જીવ બળ્યા કરતો.. આખરે એક સત્ય સમજાઈ ગયું હતું કે, પૈસા સિવાય કશું શક્ય નથી.. અહીં મુંબઈમાં પણ મોટાં મોટાં પ્રોડ્યૂસર્સ પોતાનાં પ્રોજેકટ માટે ફાઈનાન્સર શોધતાં હોય છે.. બન્ને મિત્રોએ કમર કસી.. ફાયનાન્સરો ને મળવાનું, ધક્કા ખાવાનું, સમજવાનું અને સમજાવવાનું શરૂ થયું.. સફળતા મળી.. પૈસા દેખાયા.. લાયઝનીંગ ના કામ ની ફાવટ આવી.. ઈમાનદારી અને મહેનત ની સુગંધ સફળતાનાં રૂમમાં મોહરી ઉઠી.

મુંબઈ – અમદાવાદ નો સેતુ રચાતો રહ્યો.. આ સમય એ પણ પ્રકાશ ગઢવી ની અંદર કલાકાર જીવ એકધાર્યો નિસાસા નાંખતો રહ્યો.. પણ કહેવાય છે ને કે, ઈમાનદારી અને પરીશ્રમ એનું ફળ આપ્યાં વગર નથી રહેતાં.. ફાયનાન્સરો નો જીતેલો વિશ્વાસ આજે પ્રકાશ ગઢવી ના ખભા પર છે.. હીરો અને પ્રોડ્યૂસર તરીકે ફિલ્મ લઈને આગળ વધી રહેલાં આ વિરલા ની પરીક્ષા કરવા જ જાણે કોરોના નામ ની મહામારી આડે ઉતરી હોય.. પ્રકાશ ના કહેવા પ્રમાણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના દિગ્ગજોએ એને હમણાં કઈ પણ ના કરવાં માટે વાર્યો છે.. પણ પ્રકાશનું માનવું છે કે બધાંય પ્રોડ્યૂસર માત્ર પોતાનો ફાયદો-નુકસાન નું ગણિત માંડી ને બેસી રહેશે તો.. નાના કલાકાર કસબીઓ ની રોજગારી નું શું.??? જેઓ વરસો થી આત્મનિર્ભર છે..

આવા બન્ને મિત્રો પ્રકાશ-નવરંગ ના સાહસ અને જુસ્સા ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને હર એક ગુજરાતી તરફ થી સલામ.. અભિનંદન..

સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ.. અને ગરવી ગુજરાત ની ગૌરવવંતી પ્રજા તરફ થી.. એમના પ્રથમ સોપાન સમી ફિલ્મ “પ્રેમ અનુબંધ” ને સફળતાના ઊંચા શિખરો નીચે આવીને મળે એવી અંતર ની આરાધેલી અવિનાશી અભ્યર્થના..

NK Entertainment

Ahmedabad

7600487998.

તેજ ગુજરાતીની અનોખી પહેલ.
વિશ્વભરમાં *6,00,000* જેટલાં વિશાળ વાચકવર્ગ ધરાવતાં તેજ ગુજરાતી સમાચાર હવેથી તમારી દરેક ઇવેન્ટ અથવા પ્રમોશનલ સમાચારો *ફક્ત ૫૫ રૂપિયામાં* ઓનલાઈન ન્યૂઝના માધ્યમથી તેજ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. માટે વધુ જાણકારી અને વિગતો માટે *99099 31560* પર whatsapp મેસેજ કરવો. જેથી તમારી પ્રોડક્ટ અને કંપનીની જાહેરાત વિશ્વભરના લાખો વાચકો સુધી પહોંચી શકે. તો અત્યારે જ તમારા ન્યૂઝ મોકલી આપો. આભાર.

TejGujarati