*” ઘઉં ની રોટલી હવે ગાયબ થશે ,તમારા ભાણા માંથી”*
એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ
સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તી ને સુધારવા માટે તમારા ભોજન માં ઘઉં નો ત્યાગ કરો ,
વિલિયમ ડેવિસ (MD- Cardiologist) પોતાની કારકિર્દી ની શરૂઆત માં એનજીઓપ્લાસ્ટી, અને બાયપાસ સર્જરી કરતા હતા.
કારણ કે મને એજ કરવા માટે નું શિક્ષણ (ટ્રેનિંગ) મળી હતી,પણ ૧૯૯૫ માં જ્યારે મારી મમ્મી ને સારા માં સારી treatment મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મને મારા શિક્ષણ માં શું શું ખામી છે, એ શોધવા માટે મે પ્રયત્ન શરૂ કર્યા.
હું કોઈ પણ દર્દી ના હૃદય નું ઓપરેશન કરી તેને સાજો કરતો , એજ દર્દી થોડા સમય પછી મારી પાસે એજ હૃદય ની બિમારી લઇ ને પાછો મારી પાસે આવતો,
ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટા પિંડી જેવી સારવાર કરું છું , એ બિમારી નું ખરેખર કારણ શું છે, એ જાણવા નો પ્રયત્ન કરતો નથી
એટલે એ ડોક્ટરે એના પછી સતત ૧૫ વર્ષ સુધી આ બાબત( હૃદય ને આ બિમારી) માટે ખૂબ સંશોધન કર્યું
અને આ સંશોધન પછી “Wheat Belly” ( New York Times Best selling Book)
બહાર પાડી જેમાં એને ખૂબ જ વિસ્તાર થી લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટસવાળા, અને જાડા (વધારે વજન) વાળા લોકો તેમની ઘઉં ખાવાની આદત થી આ બિમારી નો ભોગ બને છે
*ભોજન માંથી જો ઘઉં ની વાનગી ઓ ને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવા માં ખૂબ મદદગાર સાબિત થશે*
આ પુસ્તક *” Wheat Belly”*
માં શું જણાવ્યું છે ?
ઘઉં થી તમારા શરીર ના લોહી માં સાકર નો ઝડપ થી વધારો કરે છે,
માત્ર બે રોટલી ,એક મીઠાઈ ના ટુકડા થી પણ વધારે સાકર નું પ્રમાણ લોહી માં વધારે છે
જ્યારે મારી સલાહ થી મારા દર્દીઓ એ ઘઉંની બનાવટની ભોજન ખાવાં નું છોડી દીધું, ત્યારે એમનું વજન ખૂબ ઝડપ થી ઓછું થયું, અને એમનાપહેલા મહિના માં પેટ અને કમર ની સાઈઝ માં સારો એવો ઘટાડો થયો
અને હવે મે વધારે વજન , મેદસ્વીપણું, એની સાથે ઘઉં નો શું સંબંધ છે , એની સરખામણી કરવા નું શરુ કર્યું
મારા ૮૦ ટકા દર્દી ઓ ડાયાબિટીસ માં શરૂઆત કે બીજા સ્ટેજ માં હતા,
મારી સલાહ થી જ્યારે તેમને તેમના ભોજન માંથી ઘઉં નો ત્યાગ કર્યો, ત્યારે માત્ર ૩ થી ૪ મહિના માં એમના બ્લડ સુગર નો ખાસ્સો ઘટાડો નોંધાયો, પણ
એની સાથે બીજુ ઘણુ બદલાયું
એક દર્દી એ જ્યારે ઘઉં બંધ કર્યા, ત્યારે ,તેના વજન માં ૪ મહિના માં ૧૫-૧૬ કિલો નો ઘટાડો થયો, એને શ્વાસ ની તકલીફ (અસ્થમા) એટલે હદે દૂર થઈ કે એને ઇન્હેલર ( Inhaler) લેવાનું છોડી દીધું, એને છેલ્લા ૨૦ વર્ષ થી માઇગ્રેન ( સખત માથા નો દુખાવો) ની બીમારી હતી , એ દૂર થઈ ગઈ,
એની મરડા ની ,તેમજ અલ્સર , ઘૂંટણ નો દુખાવો , નિંદર નહિ આવે, વગેરે ઘણી બધી બીમારીઓ દૂર થઈ ગઈ.
હવે તમે ઘઉં નું રાસાયણિક વિશ્લેષણ કરશો , તો એમાં “એમાયલોપેકટીન” નામનું તત્વ હોય છે , જેનાથી આપના લોહી માં ” LDL ” naam nu કોલેસ્ટ્રોલ નો વધારો થાય છે, જેના લીધે હૃદય ના રોગ થાય છે
જ્યારે તમે તમારા ભોજન માંથી ઘઉં નો ત્યાગ કરો છો ,
ત્યારે આ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ એકદમ (૮૦-૯૦%) ઘટી જાય છે
બીજુ ઘઉં માં (Gliadin) ગલાયદીન નામનું તત્ત્વ હોય છે ,જે થી તમને ભૂખ વધારે લાગે છે, તેથી તમારું રોજ નો ૪૦૦ કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે,
આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે
શું ઘઉં ના ત્યાગ થી આપને ગ્લુટેન ફ્રી ભોજન ખાઈ એ છીએ ??
“ગ્લુટેન ” એતો ઘઉં નું માત્ર એક તત્ત્વ છે,
જો તમે ઘઉં માંથી ગ્લુટેન બાદ કરો ,પછી પણ ઘઉં આપણા માટે નુકશાનકારક છે, કારણ કે
હજુ એમને ગલાયદીન & અમયલોપેક ટીન જેવા તત્ત્વ જેના થી લોહી માં સુગર ખૂબ વધી જાય છે
*હું લોકો ને સલાહ આપીશ કે તેઓ તેમના ભોજન માં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ ( બદામ કાજુ,અખરોટ)કઠોળ ( મગ, ચણા) દાળ ભાત અને જુવાર ,બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડે*
ઘઉં માં ૧૯૭૦-૮૦ થી વધારે પાક લેવાની તેમજ હાઈ બ્રીડ જાત લેવા ની ટેકનિક થી એમાં ગ્લુટેન અને ગલાયડીન નું પ્રમાણ ખૂબ વધી ગયું છે
*જો આપને ઘઉં ની રોટલી, બ્રેડ પાસ્તા રોજ ખાવાનું બંધ કરી ને બાજરી, જુવાર , માં રોટલા અને દાળ ભાત , શાક શરૂ કરશું તો આપનું વજન ઘટશે અને તમારું બ્લડ સુગર ઓછું થશે, તમારા ભોજન નું પ્રમાણ ઓછું થશે*
*તમારું હૃદય , શરીર વધારે તંદુરસ્ત બનશે*
તમારા મિત્રો ને આ લેખ મોકલી ને એમની તંદુરસ્તી પણ તમે સુધારવા માં મદદગાર બનશો
