જીએસટીના અધિકારીઓ ઉપર હુમલો થતાં 54.81 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

માત્ર ઈ વે બીલ જનરેટ કરી કરોડો રૂપિયાનો માલ વેચી દેતા રાયધન ડાંગરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરાઈ

મજુર, ડ્રાઇવર અને ચાની લારીવાળા ના નામે કંપની રજીસ્ટર કરી કૌભાંડી એ સરકારને 9.73 કરોડનો ચૂનો લગાવ્યો.

રાજકોટના માથાભારે બોગસ બિલિંગ કૌભાંડી રાયધન ડાંગરે સામખીયાળી ચેકપોસ્ટ ઉપર જીએસટીના અધિકારી ઉપર હુમલો કર્યો. જેને પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં ડાંગરે રૂપિયા54.81 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચાર્યૂ હોવાની વિગતો બહાર આવી હતી. જીએસટી દ્વારા રાયધન ડાંગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાયધન ડાંગરે બિલ વગર જ કરોડો રૂપિયાનો સીરામીકનો માલ રાજ્યભરના જે વેપારીઓને વેચ્યો હતો તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મસમોટા કૌભાંડને લઇને સરકારને ડાંગરે 9.73 કરોડનો ચૂનો લગાવ્યો છે.

જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જ ગુજરાત જીએસટી ચોરીનું હબ બની રહ્યું છે. તાજેતરમાં જ સુરતમાંથી રૂપિયા 268 કરોડનો બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે જેની સાથે હાલ ગુજરાતમાં રૂપિયા ૨૦,૦૦૦ કરોડ કરતા વધુના બોગસ બિલિંગ કૌભાંડોની તપાસ ચાલી રહી છે.ડિપાર્ટમેન્ટ દ્વારા બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા માટે અને બોગસ બિલિંગ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે તેમ છતાં રોજેરોજ ગુજરાત જીએસટી ના ચોપડે સંખ્યાબંધ બોગસ કંપનીઓના રજીસ્ટ્રેશન થઇ રહ્યા છે અને બોગસ બિલિંગ કૌભાંડ નો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે.

તાજેતરમાં જ સામખયાળી ચેકપોસ્ટ ઉપર બિલ વગરના સિરામિકના જથ્થાની જીએસટી મોબાઇલ સ્કોર્ડના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા જેનો માલ હતો તે રાયધન ગોવિંદ ડાંગર ત્યાં પહોંચી ગયો હતો અને અધિકારી ઉપર હુમલો કર્યો હતો.માથાભારે રાયધનનો માલ ક્યાં જતો હતો તેની તપાસ કર્યા બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા રાયધનની કંપનીઓ અને તે સિરામિક ક્યાં ક્યાં મોકલી રહ્યો છે તથા તેના બિલ કોના નામે જનરેટ થઈ રહ્યા છે તેની તપાસ આદરી હતી.

જેમાં એવી વિચિત્ર વાત બહાર આવી હતી કે રાયધન ઈ વે બિલ બનાવી તેમાં કોઈપણ પ્રકારના બિલ વગરનો કરોડો રૂપિયાનો માલ ગુજરાત અને ગુજરાત બહાર મોકલી દેતો હતો. તેની નોંધાયેલી ચાર કંપનીઓની પ્રોફાઈલ ચેક કરતા ચારે કંપની રાયધનના ડ્રાઈવર ,મજૂરીકામ કરતા યુવક તથા મંદિરના પૂજારી અને ચાની લારી ધરાવતા શ્રમિકના નામે રજિસ્ટર હોવાનું બહાર આવ્યું હતું. બોગસ ડિરેક્ટરોને આધારે કંપની રજીસ્ટર થઇ હોવાથી તેનો હેતુ કૌભાંડ કરવાનું જ હોય તેમ માની અધિકારીઓએ વધુ તપાસ આદરી હતી. જેમાં જીએસટી ચોરી ની નવી મોડેસ ઓપરેન્ડી બહાર આવી હતી.

રાયધન જે માલ બહાર મોકલતો હતું તેનું ઈ વે બીલ બિલ બનાવી દેતો હતો જેથી રસ્તામાં કોઈ પરેશાની થાય નહીં જ્યારે જે વાહનમાં તે બિલ વગરનો જ સિરામિક નો જથ્થો બહાર મોકલી દેતો હતો.

અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું હતું કે કૌભાંડી રાયધન ડાંગરે 54.81 કરોડનો સિરામિક નો જથ્થો બારોબાર વેચી દઈ સરકારને 9.73 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ પ્રકરણમાં ડિપાર્ટમેન્ટ દ્વારા રાયધન ની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે જેમાં તેની સાથે સંકળાયેલા ઘણા સિરામિકના વ્યાપારીઓ સુધી આ તપાસનો રેલો પહોંચશે.
બોક્સ
રાયધની નોંધાયેલી બોગસ કંપનીઓ અને કૌભાંડની વિગતો

1. આકાશ એન્ટરપ્રાઇઝ. રાજકોટ, 14.02 કરોડ
2 ભવ્ય એન્ટરપ્રાઇઝ. રાજકોટ ,13.67 કરોડ
3 સુપિરિયર સીરામીક મોરબી.13.98 કરોડ
4 સ્કાય સિરામિક. મોરબી. 13.14 કરોડ

TejGujarati