“પ્રેમ-વિરહ તારી યાદનો”- જયેશ શ્રીમાળી પલીયડ..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

પ્રેમ એ આ જગતમાં એવું સત્ય છે જેને કોઈ કયારેય નકારી નહીં શકે.પ્રેમથી જ આપણું વિશ્વ એકબીજા જીવ તત્વ સાથે એક તાંતણે બંધાયેલું છે એને તેથી જ આ સમસ્ત વિશ્વનું અનેરું તત્વ છે.જેને માનવ જાત અને પશુ-પંખી અને અન્ય જીવોમાં એક નવી ચેતનાનો સંચાર કરી લાગણીઓના બંધનમાં બાંધી રાખ્યા છે.
આપણને આ દુનિયા માં સૌથી પહેલો પ્રેમ આપણી માતા પાસેથી ગર્ભાવસ્થાથી મળે છે.જેમ જેમ આપણે આ વિશ્વના બાહ્ય વાતાવરણના સંપર્કમાં અને સહવાસમાં આવતાં આપણને ઘણાં લોકોનો પ્રેમ મળે છે.જેમનાં પ્રેમ,હૂંફ અને લાગણીઓથી આપણે જીવનમાં ઘણું બધું શીખીને બાલ્યાવસ્થા થી યુવાવસ્થામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે આપણા સમવયસ્ક સજાતીય અને વિજાતિય મિત્રોના સંપર્ક માં આવતાં પ્રેમનો આવેગ વધી જાય છે અને આપણને એમના વગર ચાલતું પણ નથી ક્યાંક ને ક્યાંક એમને મળવાનો એમની સાથે સમય પસાર કરવાનો મોકો ક્યારેય જવા નથી દેતાં.આ જ સાચી હૂંફ,પ્રેમ અને લાવણીઓને લીધે આપણું મન અને તન એ બાજુ જ ખેંચાય છે અને એને જ મેળવવાનો હંમેશા પ્રયત્ન કરતાં રહીએ છીએ.
જ્યારે આવી કોઈ વ્યક્તિની સાથે આપણે જોડાયેલા હોઈએ અને ક્યારેક દૂર જવાનું થાય અને સામે વાળા વાત પણ ના કરે ત્યારે આપણું દિલ ખૂબ જ વ્યાકુળતા અનુભવે છે અને સમય પણ ઉનાળામાં ક્યાંક ક્યાંક ફરક ફરક કરતાં લીમડાના પાનને હલતા જોઈએ અને મન માં એમ થતું કે હમણાં ઠંડો પવન છૂટશે.એમ જ ખુબજ આતુરતા જેની રાહ જોવાઇ રહી હોય અને એ યાદ ના કરે કે એના કોઈ જ સમાચાર ના મળે ત્યારે ઝાંઝવાના જળ જેવી હાલત થઈ જતી હોય છે.
મારગ ભૂલેલી કોઈ વ્યક્તિ કેમ મારગ શોધવા આમ-તેમ વલખાં મારતી હોય એમ જેની સાથે સાચા હૃદયે સાચા મને જોડાયા હોય અને એ આપણને વિસરતી જતી હોય એવો ભાવ જ્યારે થવા લાગે ત્યારે માનસિક તાણ અનુભવાય છે.પ્રેમ આ માનસિક તાણ દૂર કરવાનું એવું રસાયણ છે કે જેની એક માત્ર પ્રેમભરી મીઠી નજર,એનો મેસેજ,એનું આપણાં માટેનું સ્ટેટ્સ,કે પછી આપણે રાખેલ સ્ટેટ્સ જોઈ લે ને તોય આપણાં દિલ,દિમાગ અને મન ને ચારે તરફથી જાને ચોધાર વરસાદ વરસતો હોય અને કેમ એમાં ન્હાવાની મોજ કંઈક અનેરો આનંદ આપે એવો ભાવ હૈયામાં જેમ સાગરમાં મોજા ઉછળી ઉછળીને કિનારે પડેલા પથ્થરને ભીંજવી રહ્યાં હોય એવાં અહેસાસ માત્રથી જ મનની બધી વ્યાકુળતા, મનનો બધો જ થાક,માનસિક તાણ,અને જેને પ્રેમ કરતાં હોય એ જાણે નજર સામે ન હોય એવાં આભાસ રચાય છે. આ એ જ પ્રેમ છે જે લૈલા-મજનું,હિર-રાંજાહ,શ્રી ફરહાદ,સોની મહીવાલ,ગુજરાતી સાહિત્યમાં સુંદર જેનું વર્ણન કરવામાં આવ્યું છે, એવા શેણી વિજાનંદ,હોથલ પદમણી વગેરે જેવી પ્રેમ કહાનીઓ આપણું હૈયું જીતી લે.
હૈયું જ્યારે વલોવાતું કોઈની યાદમાં,
અશ્રુ મેઘ બની વરશે કોઈની યાદમાં,
મન મુંઝાતુ દિ’- રાત કોઈની યાદમાં,
તન-મન મેળ તૂટ્યા કોઈની યાદમાં,
એક જ નજર કે એક એનું ઝીણું મરક,
ઝીંદગી બદલી નાંખે એ પ્રેમની ઝલક.
લેખક -જયેશ શ્રીમાળી પલીયડ.

TejGujarati