રાજકોટના જસદણ ખાતે ૧૦ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનું લોકાર્પણ મંત્રી કુંવરજી બાવળીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

આજ રોજ રાજકોટ જિલ્લા ના જસદણ ખાતે ૧૦ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનું લોકાર્પણ માં માનનીય રાજ્ય કક્ષાના પશુ પાલન વિભાગ ના મંત્રી શ્રી કુંવરજી ભાઈ બાવળીયા ના વરદ હસ્તે કરવા માં આવ્યું હતું.
આ લોકોર્પણમાં રાજકોટ, અમરેલી , બોટાદ અને મોરબી જિલ્લા ની ૨૦ જેટલી વાન ખુલ્લી મુકવામાં આવી હતી.આગામી સમયમાં ગુજરાતનાં તમામ ગ્રામ્ય વિસ્તારમાં 10 ગામ દીઠ આ પ્રકારની એમ્બ્યુલન્સ મૂકીને લાખો અબોલ જીવોની સ્થળ ઉપર જ નિઃશુલ્ક સારવાર આપીને જીવતદાન આપવાની જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,પશુ પાલન મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ની ભાવનાને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં મિત્તલ ખેતાણી, સમગ્ર પ્રોજેકટ કાર્યાન્વિત કરાવવા માટે છેલ્લા સાત વર્ષોથી સરકારમાં સતત પ્રયત્નશીલ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ(એનિમલ હેલ્પલાઇન, રાજકોટ)નાં પ્રતીક સંઘાણી,રમેશભાઈ ઠક્કર,ધીરુભાઈ કાનાબાર,ઘનશ્યામભાઈ ઠક્કર,એડવોકેટ કમલેશભાઈ શાહ સહિતનાઓએ દિલથી વધાવી છે.

TejGujarati