સત્ય,પ્રેમ,કરુણાનાં સદા સુકૃત્ય કરતાં શીખવજે બ્રહ્માડ બને પરિઘ દિલનો વિસ્તૃત બનતાં શીખવજે. – મિત્તલ ખેતાણી.રાજકોટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

વિસ્તૃત બનતાં શીખવજે

તૃપ્ત રહેતાં શીખવજે
મુક્ત રહેતાં શીખવજે

પર સ્ત્રી, પર ધન પ્રત્યે
મૃત રહેતાં શીખવજે

પાંચમ આપ કે છટ્ઠ તું
લુપ્ત થતાં શીખવજે

સ્વકલ્યાણ, નિજાનંદમાં
વ્યસ્ત રહેતાં શીખવજે

પીડા,દુઃખ,આપત્તિમાંય
નૃત્ય કરતાં શીખવજે

યુદ્ધ,ક્રુદ્ધ,વિરુદ્ધ વૃત્તિથી
બુદ્ધ બનતાં શીખવજે

સત્ય,પ્રેમ,કરુણાનાં સદા
સુકૃત્ય કરતાં શીખવજે

બ્રહ્માડ બને પરિઘ દિલનો
વિસ્તૃત બનતાં શીખવજે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી

TejGujarati