તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

મને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ,
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.

ભૂલી છોડી દીધાં, ભૂલી છોડી દીધાં,સઘળાં કામ,
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.

મનમંદિરીયે બેટરી ની ચિંતા,
ટાવર પકડાય તો જાણે જગ જીતાં,
ઘરે-બહારે જપે સૌ ,તારું જ નામ
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.

મોબાઇલજી,મોબાઇલજી,મોબાઇલજી..મોબાઇલજી

આઠે પહોર બન્યો તારી દાસી,
તું જ મોજ મારી, ખુશી આભાસી.
રોજી રોટી મારી ,તું સબંધો તમામ.
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.

મોબાઇલજી,મોબાઇલજી,
મોબાઇલજી..મોબાઇલજી

સવારે ઉઠતાં પહેલી યાદ તારી,
શયન પણ સાથે,એક જ પથારી.
વ્હોટ્સએપ,એફબી જ દુનિયા તમામ

સમય,શક્તિ ને સગવડ વધે,
એવો ખોટો ભાસ છે બધે
તે તો લૂંટી લીધાં, તે તો લૂંટી લીધાં
સ્વાસ્થ્ય,સુખ ચેન, સબંધો તમામ
તન-મન-ધન મોબાઈલના ચરણોમાં.

મોબાઇલજી,મોબાઇલજી,મોબાઇલજી..મોબાઇલજી

શેર કર જાત ને ,મિત્રો સાથે,
કુટુંબ,સમાજ ને ઉપયોગી હાથે
છોડી દેને,ઓનલાઈનની લપ તમામ.
શ્રીજી પછી કરશે લાઈક તારું કામ

મોબાઇલજી,મોબાઇલજી,મોબાઇલજી..મોબાઇલજી

-મિત્તલ ખેતાણીના કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી

TejGujarati