વેવાઈ-વેવાણ, જેઠ-દેરાણી પછી સાસુ જમાઈ ના પ્રેમમાં પડી, લગ્નની જીદ કરી. – ગૌરાંગ પંડ્યા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

છેલ્લા ઘણા સમયથી સમાજમાં કેટલીક વિચિત્ર ઘટના લોકો સમક્ષ આવી રહી છે. થોડા સમય અગાઉ સુરતમાં એક શરમજનક ઘટના બની હતી. વેવાઈ વેવાણ ની ઘટના પછી પરિણીત મોટોભાઈ તેના જ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો હતો. ખુદ મોટાભાઈને પોતાને સંતાનો હતા તેના પર જરા વિચાર કર્યા વગર ભર્યું આ પગલું પરિવાર માટે હવે મોટું જોખમ ઊભું કરી ગયું હતું. હવે આવી જ સ્થિતિ અમદાવાદ એક દીકરી સાથે બની છે અને તેના સંતાનોના પણ જીવનમાં ખુદ તેની સગી માતા જ આશા લગાવી દીધી છે.

ઘટના એવી છે કે અમદાવાદના પૂર્વમાં એક વિસ્તારમાં રહેતા 55 વર્ષિય રંજનાબેન ને તેની દીકરી શ્વેતાના પતિ, એટલે કે પોતાનાં જમાઈ સ્વપનીલ સાથે પ્રેમ થઈ ગયો છે. રંજના કોઈનું કોઈ બહાનું કરી અને જમાઈ અને દીકરીને ઘરે બોલાવ્યા કરતી હતી. જોકે પહેલા તો દરેકને આ બાબતમાં પુત્રી પ્રેમ દેખાતો હતો, પણ જમાઈ સ્વપ્નિલ પણ ક્યારેક ક્યારેક કોઈ કારણ-પ્રસંગ વગર સાસુને મળવા ત્યાં સાસરે જવાની જીદ કર્યા કરવા લાગ્યો.

આવી મુલાકાત થતી રહેતી હતી. સાસુ એટલે કે રંજના જમાઈ સાથે સમય વિતાવવા જ્યારે તેઓ ઘરે આવે ત્યારે દીકરી શ્વેતાએ કાંઈક ને કાંઈક વસ્તુ લેવા માટે બહાર મોકલી દેતી. આ સમયે સાસુ અને જમાઈને એકલા સમય મળી જતો અને તે એકાંતનો લાભ લઈ પોતાના પ્રેમને આગળ વધારવા લાગ્યા હતા. જોકે આવું ત્રણ વર્ષ ચાલ્યું. પણ બધા જ એવું કે સાસુને જ્યાં માતા કહેવાતી હોય અને જમાઈને ત્યાં દીકરો મનાતો હોય તેવા સમાજમાં થોડું શંકા થાય. જોકે તેવું નહોતું, આ શબ્દોનો મર્મ આ બંને સમજ્યા નહોતા, અને તેઓ ન કરવાનું કરવા લાગ્યા હતા અને માતા ખુદ પોતાની દીકરીને જ જીવનનું પણ વિચાર્યું નહીં, કે જમાઈ એ ખુદ પોતાના સંતાનોને વિચાર્યું નહીં. અને .માં એ પોતાની દીકરીનાં જીવનનું પણ વિચાર્યું નહીં કે જમાઈ એ ખુદ પોતાના સંતાનોને વિચાર્યું નહીં. વાત ત્યાં સુધી પહોંચી કે જ્યારે અનલોક 1 આવ્યું ત્યારે ઘણા સમયથી સાસુ ને ન મળી શક્તાં જમાઈ તલપાપડ થવા લાગ્યો હતો.

અનલોક વખતે જ્યારે તે મળવા ગયા ત્યારે શ્વેતાને બઝારમાં કંઈક ખરીદી કરવા મોકલી દીધી… પણ આ વખતે સ્થિતિ એવી બની કે ત્યાં નજીકમાં રહેતા એક વ્યક્તિએ શ્વેતાને તેની માતા રંજના અને પતિ સ્વપનિલ વચ્ચેના સંબંધો અંગે માહિતી આપી દીધી. જોકે શ્વેતાને પહેલા તો વિશ્વાસ થયો નહીં પણ પછી ખરાઈ કરવા તે દર વખત થતા ચોક્કસ સમય પહેલા તે બજારમાંથી પાછી ફટાફટ ઘરે આવી ગઈ, તેણે પોતાની નજરે માતા રંજના પતિ સ્વપ્નિલને પ્રેમ કરતા હોવાનું જોઈ ગઈ. તેને જ્યારે આ પોતાની આંખે જોયું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે સીધી ચીસ પાડી, અને આ બાબતનો ઝઘડો શરૂ થયો. રંજનાએ સ્પષ્ટ કહી દીધું કે મારે તેની સાથે લગ્ન કરવાના છે, તું રહેવું હોય તો રહી શકે છે, નહીં તો જા.

જોકે અહીં જ્યારે આવી સ્થિતિ આવી ત્યારે શ્વેતાએ હેલ્પલાઇનને ફોન કર્યો, અને મદદ માગી ત્યારે હેલ્પલાઈન કાઉન્સિલરે તેમને સમજાવવાનું શરૂ કર્યા. તો આખી બાબત સમજવાને બદલે સાસુ રંજના તો સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. સાસુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું તો એકલી ને મારે સ્વપ્નિલની જરૂર છે. કાઉન્સીલરે જમાઈ સ્વપ્નિલને પણ સજાવવાનો પ્રયત્ન કર્યો તો કંઈ નક્કર પરિણામ મળી શક્યું નહીં. તેણે પત્ની શ્વેતાને કહી દીધું કે મને રંજના ગમે છે. મારે તારી સાથે નથી રહેવું. જોકે છતાં સમજાવટ ચાલુ રાખી. પણ રંજના એકની બે થવાનું નામ ન લે, બસ જમાઈ સાથે લગ્ન કરવાની એવી જીદ પકડી, કે આખરે પોલીસની મદદ લેવાનું નક્કી થયું. દીકરીએ પોલીસ સમક્ષ વિનંતી કરતાં અરજી કરી અને આ ઘટનામાં પોતાની મદદ કરવાનું કહ્યું છે. આ આખી ઘટનામાં દીકરી ના સંતાનોની પણ હાલત કફોડી બની છે. (તમામ વ્યક્તિ ના નામ બદલ્યા છે).

TejGujarati