આજનો અનુભવ. – જય શીતળામાં દરેકની મનોકામના પૂરું કરજો. – “સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર.”

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજે સવારથી મન ઉદાસ હતું, તહેવારના સમયમાં પણ કોરોના જેવી મહામારીના લીધે મંદિરો બંધ છે અને તેવા સમયમાં મંદિરે જઈને ભગવાનને મળી ના શકવાનું દુઃખ ભારોભાર થયું, આજે શીતળા સાતમ છે, આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પ્રમાણે જ્યાં માતાજીની માટીની મૂર્તિની સ્થાપના થતી હોય ત્યાં જઈ પૂજા અર્ચના કરવી અને ઠંડુ બનાવેલું પહેલા માતાજીને અર્પણ કરવું, પણ આ વખતે શક્ય નહોતું એટલે સવારે અચાનક જ કુદરતી રીતે જ વિચાર આવ્યો કે આજે ભગવાનને મળવા નથી જવું ભગવાનને જ ઘરે બોલાવા છે,જો જીદ ભગવાનની પણ છે તો ભક્તની પણ હોય શકે, ક્યારેક ક્યારેક મોબાઈલ ના ગેરફાયદા સાથે ફાયદા પણ છે, અને ગુગલમાં થી માતાજીનો ફોટો શોધ્યો અને ઝેરોક્ષ કરાવી આવી અને ઘરે ખૂબ જ હર્ષથી માતાજીની વિધિવિધાનથી પૂજા થઇ,અને મનને સંતોષ થયો. પોતાની જાતની સુરક્ષા પણ થઇ, અને મન પ્રફુલ્લિત પણ થયુ..

સારા કામમાં વિઘ્નો આવવાના જ લખી રાખજો, પણ જે ભગવાનને કરાવવું હોય તે કોઈની તાકાત નથી રોકી શકે.. આજનો અનુભવ..
જય શીતળામાં.. 🙏🏻
દરેકની મનોકામના પૂરું કરજો.
સુચિતા ભટ્ટ “કલ્પનાના સૂર”

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •