ધબકતી ધૂળમાં અટવાયેલાં પગલાંને ઓળખવામાં ,
વાર કેમ કરું …!
યાદોની પાંખોને ખુલ્લા આકાશમાં ફફડાવવામાં ,
વાર કેમ કરું …!
હોઠ બંધ હોય તોય ઈશારાની ભાષા સમજવામાં ,
વાર કેમ કરું …!
ખાસમખાસ સંબંધોને મનગમતા કિનારા
સોંપવામાં ,
વાર કેમ કરું….!
તારાને મારા ધબકતાં હૈયામાંથી અરમાનોને
જગાડવામાં ,
વાર કેમ કરું …!
-બીના પટેલ ?
