વિજયવાડામાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલ એક કોવિડ કેર સેન્ટરમાં ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ફાયરબ્રિગેડ દ્વારા દર્દીઓને સુરક્ષિત રીતે અન્ય જગ્યા પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલ આગ લાગવા અંગેનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

TejGujarati