શું ભિખારીઓને કોરોના થાય. – ભાવિની નાયક.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

દેશમાં કોરોનાનો આંક 21 લાખને પાર કરી ગયો છે.આપણાં માં કોરોનાનો ખોફ એટલો છે કે છેલ્લાં ચાર મહિનાથી ફોનમાં કોલર ટ્યુન પણ આપણે કોરોનાની સાવધાની ની જ સાંભળીએ છીએ.આટલા બધા લોકડાઉન,થાળીઓ વગાડી,દીવડા પ્રગટાવ્યાં, ઘરમાં રહ્યાં,જનતા કરફ્યુ પાળ્યો તે છતાં કોરોના એ તો એનો કહેર વર્તાવ્યો જ.
ક્યાંય એવા સમાચાર સાંભળ્યાં કે કોઈ ભીખારીનું કોરોના માં મોત નીપજ્યું હોય?એ જો ઘરમાં બેસી રહે તો એને ભૂખ્યા રહેવાનો વારો આવે.ન તો એ માસ્ક પહેરે કે ન તો એ સેનેટાઇઝર વાપરે.એ તો વારંવાર હાથ પણ ન ધુએ.અને ગમેતેના હાથે આપેલું જમી લે.તે છતાં કોરોનાનો શિકાર કેમ ન બન્યા?ન નાહવાના ઠેકાણા કે ન તો ચોખ્ખાં કપડાના ઠેકાણા.એ તો ગમે ત્યાં ભીખ માંગવા જાય.કોરોન્ટાઈન વિસ્તારની એમને શુ ખબર પડે?
ક્યાંક તો એમને કાઢી પણ મૂકે.જે મળે એ જમવાનું. એમાં હેલ્ધી ફૂડની તો વાત જ ક્યાં કરવી?ક્યારેક તો બગડેલું જમવાનું પણ જમવું પડે ત્યાં હાઇઝીન ફૂડ તો ક્યાંથી મળે?ચા જ ન મળતી હોય તો દૂધ કે એનર્જી ડ્રિન્કનું તો પૂછવું જ શુ?ખિસ્સામાં જમવાના જ રૂપિયા ન હોય તો વિટામિન સીની ગોળીઓ ક્યાંથી ખાય?
ક્યારેક ફૂટપાથ પર,ક્યારેક બસ સ્ટેન્ડ તો ક્યારેક રેલવે સ્ટેશન.રહેવાનું કોઈ નિશ્ચિત સ્થાન ન હોવાથી જ્યાં જગ્યા મળે ત્યાં જ સુઈ જવું.તો મચ્છર માટે ગુડનાઈટ,કોઈલ,કે કોઈ સ્પ્રે તો એમના માટે સપનું બની ગયું.જમવાની,સુવાની,રહેવાની જ કોઈ સિસ્ટમ નક્કી ન હોય તો ઇમ્યુનિટી સિસ્ટમની તો વાત જ ક્યાં કરવી.આ બધાની અછત હોવા છતાં ભિખારીઓ કોરોનાથી બચી ગયા.અને આપણામાંથી ઘણા એનો ભોગ બન્યા,અને કેટલાંકનું મોત પણ નીપજ્યું.
વાત વિચારવા જેવી નથી?

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •