નેહા કક્કરએ આ સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના સ્પર્ધકોના ચાહક છે!

સમાચાર

નેહા કક્કરએ આ સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના સ્પર્ધકોના ચાહક છે!

ઝી ટીવીના પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સે લોકડાઉન બાદ તેના દર્શકોના દિલ ફરીથી જીતી લીધા છે. પછી તે, 18મી જુલાઈના રોજ શરૂ કરવામાં આવેલો ગ્રાન્ડ કમબેક એપિસોડ હોય કે, ગત સપ્તાહને અંતે, કરવામાં આવેલો પૌરાણિક ખાસ એપિસોડ હોય, અત્યંત પ્રતિભાશાળી સ્પર્ધકે તેમના અદ્દભુત પર્ફોર્મન્સથી દર્શકોને અવાક કરી દીધા છે. પરંતુ, આ સપ્તાહે, દર્શકો માટે એક ખાસ દાર્શનિક ટ્રીટ છે, કારણકે, પ્રસિદ્ધ કક્કર ભાઈ-બહેન- નેહા કક્કર, ટોની કક્કર અને સોનુ કક્કર શોની શોભા વધારશે અને સ્પર્ધકોને રક્ષાબંધન ખાસ એપિસોડમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરશે.

જ્યારે દરેક સ્પર્ધક કક્કરને તેમના સુમધુર અને નિર્દોષ અવાજથી અવાક કરી રહ્યા હતા, ત્યારે યુવા આર્યનંદા એ છોકરી છે, જેને નેહા કક્કરનું દિલ જીતી લીધું. આ નાનકડી સ્પર્ધકે દંગલ મૂવીનું નૈના ગીત ગાયું હતું, આ પ્રસિદ્ધ કવર ટ્રેક નેહા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, તો, આર્યનંદાની પ્રતિભાથી તે અવાક થઈ ગઈ. “મને લાગે છે કે, તને ગાતી જોઈને બીજા બધા ગાયકો ચિંતિત થઈ જશે.” એમ આ નાનકડી છોકરી પર ગર્વ લેતા નેહાએ કહ્યું હતું. જો કે, ગાયીકા ત્યાં અટકી નહીં, બાળકોની પ્રતિભાથી આશ્ચર્યમાં પડેલી નેહાએ જણાવ્યું કે, તે તેની ચાહક છે અને તેને વખાણતા તે તેની સાથે એક સેલ્ફી લેવા ઇચ્છે છે. “હું ખરેખર લોકોને જણાવવા ઇચ્છું છું કે, નવા ગાયકો તૈયાર થઈ રહ્યા છે, એમ અત્યંત ખુશ થઈને કક્કરે કહ્યું, કારણકે, તે આ પ્રતિભાશાળી યુવા છોકરીની ચાહક બની ગઈ.

આર્યનંદાનું આ ટ્રેક પરના સુંદર રિક્રિએશનને જોઈને જજ હિમેશ રેશમિયા પણ પોતાનો ઉત્સાહ અટકાવી શક્યા નહીં. તેને પણ નાનકડી સ્પર્ધકને તેની પોતાની માતૃભાષામાં પ્રોત્સાહિત કરી, આ માટે હિમેશે આર્યનંદા પાસેથી જ મલયાલમનું માર્ગદર્શન લઇને કેટલાક શબ્દો બોલ્યા.

કક્કરની સાથે ઘરમાં, સા રે ગા મા પા લિટલ ચેમ્પના સંગીતમય રક્ષાબંધન ખાસ એપિસોડ હશે. ખરેખર તો, અત્યંત પ્રતિભાશાળી લિટલ ચેમ્પ્સએ પણ કેટલાક ખાસ એપિસોડ પર્ફોર્મન્સ આપ્યા છે. જ્યારે, બોબી અને સૌમ્યાએ તેના ભાઈ-બહેનને સમર્પિત કરતું ગીત, ફૂલોં કા તારોં કા પર્ફોર્મ કર્યું, ત્યારે ઝૈદ અલિએ ‘મેરે રશ્કે કમર’ પર અદ્દભુત પર્ફોર્મન્સની સાથે દરેકના દિલ જીતી લીધા. આ બધાની સાથે, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના આગામી એપિસોડ દર્શકો માટે ઘણી સુમધુરતા, યાદોં અને આશ્ચર્ય છૂપાયેલા છે.

રક્ષાબંધન ખાસ એપિસોડને જોવા માટે જૂઓ, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ આ શનિવાર અને રવિવાર સાંજે 8 વાગે, ફક્ત ઝી ટીવી પર!

TejGujarati