શ્રેય હોસ્પિટલમાં.. ભાગ. ૨. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

સિવિલમાથી મહામહેનતે મારો પરિવાર મને ઉંચકીને બહાર લાવ્યો.. મદદ માટે કોઈએ પણ હાથ ન લંબાવ્યો.. પરિવાર આત્મનિર્ભર થઈ આગથી થોડુ ઘણુ બચી ગયેલા મારા શરીરને સ્ટ્રેચર ઉપર ઢોઈ રહ્યા હતા.. મને ડેડબોડીવાનમા ગોઠવ્યો..
સારુ ભણીને ડોકટર ન બની શકેલા કેટલાક વોર્ડબોયે વાનથી દુર ઉભા રહ્યા..
વોર્ડબોયે કહયુ…
“જે રાજીખુશી આપવુ હોય તે….”
ઘણા કિસ્સામાં તો અહીંથી બોડી પણ નથી મળતી. બોડી મળેતો સાચી નથી મળતી. સાચી મળેતો એના કેટલાક ઓર્ગન નથી મળતા. તમે તો નસીબદાર છો… એવુ કદાચ વોર્ડબોય બોલવા માગતો હતો.. પણ સમયસર મારા ફેમિલીએ હિસાબ ચુકતે કરી દીધો…
ઘરને નાકે વાન ઉભી રહી.. ડ્રાઈવરની નજરો ઉધરાણી કરે એ પહેલા દિકરા એના શર્ટના ગજવામા પૈસા મૂકી દીધા.. અને ડ્રાઇવરની નજરોમા મારુ ફેમિલી સમજદાર લોકોની ગણતરીમા આવી ગયુ..
સાલુ મરવુ દર્દનાક છે એતો મે સળગીને સમજી લીધુ.. પણ મર્યા પછી પણ આગ મને નહોતી છોડી રહી.
હજી કૈટલી અદ્રશ્ય દિવાલો કુદાવવાની બાકી છે? મે મારી જાતને પ્રશ્ન કર્યો. સ્મશાનના અનુભવ સારા વખાણવાલાયક નહોતા..
મે ચીસ પાડીને કહયુ
કોઈક મારા કફનમા ખિસ્સુ મુકાવો.. અંદર થોડા સોના ચાંદીના સિક્કા મુકાવો.. મારી લાશ રઝળી એ રીતે મારે મારો આત્મા નથી રઝળાવો..
*. *. *. *. *. *. *
ચાલો.. આત્માઓ.. એક હરોળ ઊભા રહો..
એક કહીને એક યમદુત મારી પાસે આવ્યો એના ચહેરા ઉપર કરુણા હતી. છતા હુ ડરી ગયો. હુ ગભરાઈ ગયો.. મને થયુ કે મને ખંખેરીને મારામા જે કાંઈ બચ્યુ કુચ્યુ છે.. તે બધુ પડાવી લેશે.. મે આંખો મીંચી દીધી…
મને કેવળ એનો સ્વર જ સંભળાતો.. કોમળ.. પ્રેમાળ સ્વર…
ડર નહિ મારા છોકરા તુ થાકી ગયો હશે…. સુઈ જા મારા ખોળામાં……
ધીમે ધીમે એ સ્વર બિલકુલ મારી મા ના સ્વર જેવા થઈ ગયો.. હુ નાનુ બાળક બની એની ગોદમા જ પોઢી ગયો..
યમદુતો કોણ છે..? કયા છે..? કયાં કયાં છે.? એ રહસ્ય હું પામી ગયો હતો…
એ બધા યમદુતો કેમ છે..? એ તમે શોધજો.. કારણ કે તમે મારી જેમ જીવતે જીવ સળગ્યા નથી ભડભડ….
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati