અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં પીપીઈ કીટ પહેર્યા વગર જીવના જોખમે 41 લોકોનો જીવ બચાવતા મહિલા PSI પરમારને એક સલામ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જાન ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી ગયા હતા. આ 41 લોકોના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSI પરમારનો અદભુત ફાળો રહ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશાન ખાતે જ્યારે આગ લાગવાનો મેસેજ મળ્યો ત્યારે મહિલા PSI કે. એમ.પરમાર ફરજ ઉપર હતા અને તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવીને લોકોને બહાર નિકાળવાનો પ્રયાસ ચાલી રહેલ હતો. આવામાં 41 વ્યક્તિઓ જે ફસાયા હતા તેમના દ્વારા બચાવ માટે બુમો પાડવામાં આવી રહી હતી ત્યારે લોકોની ચીસો સાંભળીને PSI પરમારથી રહેવાયું નહીં અને તેઓ તેમના સાથેના કોન્સ્ટેબલ ભરતભાઇ સાથે ઉપરના માળે પહોંચી ગયા હતા. ઉપર જે લોકો બચવા માટે મદદ માંગી રહ્યા હતા તેમને જીવન જોખમે PSI પરમારે બહાર લાવવાના પ્રયત્ન કર્યો હતો. આગમાં 41 જેટલા લોકો ફસાયા હતા તેમનો PSI પરમારે જાનના જોખમે જીવ બચાવ્યો હતો.

કોરોના વાયરસની સ્થિતિમાં જ્યારે પોઝિટિવ થઈને પરત આવનાર વ્યક્તિથી પણ લોકો દૂર રહે છે ત્યારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર મેળવી રહેલા લોકોને બચાવવા ના પીપીઈ કીટ પહેરી હતી કે ના અન્ય સાવધાની રાખી હતી .PSI પરમારના કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ પણ વખાણી હતી અને તેમની આ કામગીરી અન્ય લોકો માટે પણ માનવતાનું પણ ઉમદુ ઉદાહરણ પૂરું પાડે છે. આ જાંબાઝ મહિલા PSI દ્વારા મોતની પરવા કર્યા વગર આગમાં કુદી લોકોનો જીવ બચાવી લેતા તેમની બહાદુરી અને જાંબાઝી માટે કોટી કોટી સલામ..

TejGujarati