*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*?તા. 08/08/2020-શનિવાર?*
*??*
*શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા રીતસરના ધમપછાડા*
*મરણ નોંધમાં મોતનું કારણ આગ નહીં પરંતુ કોરોના દર્શાવ્યું*
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં હવે હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે રીતસર ધમપછાડા શરૂ થયા છે. અગ્નિકાંડમાં 8 લોકો મોતને ભેટ્યા છે. પરંતુ તમામના મરણ નોંધમાં મોતનું કારણ આગ નહીં પરંતુ કોરોના દર્શાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
**
*દૂધસાગર ડેરી કાંડ: એમડીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર*
મહેસાણાની દુધસાગર ડેરીમાં કથિત ઘી ના ભેળસેળ મામેલ દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન અને એમડીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કર્યા. જ્યા તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
**
*સુરતમાં ફાયરિંગ માથાભારે ગુડ્ડુની ધરપકડ*
સુરત. શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન પાસે ગત રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. જોકે તેમાં કોઇ જાનહાનિ થઈ ન હતી લાલગેટ વિસ્તારમાં ગુડ્ડુ નામના ટપોરીનો ત્રાસ છે અવાર નવાર બબાલ થયા કરે છે. ફાયરિંગ થતા વિસ્તારમાં નાસભાગ મચી હતી. પોલીસ સ્ટેશન નજીક હોવાથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી પોલીસે ગુડ્ડુ જરીવાલા નામના ઈસમની ધરપકડ કરી
**
*પેટાચૂંટણી મોકૂફ રાખવા અરજી વધુ સુનાવણી 19મી ઓગસ્ટે*
અમદાવાદ. કોરોનાના વધતા જતા કહેરના લીધે વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી ચૂંટણી મોકૂફ રાખવા ગુજરાત હાઇર્કોટમાં જાહેરહીતની અરજી કરાઇ હતી. અરજદારે રજૂઆત કરી છેકે, હાલની સ્થિતિમાં પેટા ચૂંટણી યોજવી યોગ્ય નથી.વધુ સુનાવણી 19 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
**
*રાજ્યમાં હોસ્પિટલો ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીનો આદેશ*
શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 મોતને ભેટ્યા હતા રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે કે, તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તેવી સૂચનાઓ આપી છે
**
*જીતુ વાઘાણીના ફાર્મ હાઉસમાં પાણીની ટાંકી તૂટી પડતાં 2 નાં મોત*
ભાવનગર. સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જર્જરિત મકાનો અને જર્જરિત પાણીની ટાંકીઓ પડી જવાની બીકે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
**
*મેયરના બંગલા બહાર વિરોધ પ્રદર્શન*
અમદાવાદના મેયરના બંગલા બહાર વિરોધ પ્રદર્શન કરતા ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોની અટકાયત થઈ છે. ગુલબાઇ ટેકરા ના રહીશોનો આજીવિકાનો મુખ્ય આધાર ગણેશ મૂર્તિ બનવાનું છે. અને સરકાર દ્વારા આખા શહેરમાં મોટો હોર્ડિંગ્સ લગાવી ગણેશ મૂર્તિઓ ખરદાવના સ્થળ તરીકે ગુલબાઈ ટેકરાનો ઉલ્લેખ કરાયો છે.
**
*ભાજપના જીતેન્દ્ર સુખડિયાના પુત્રની એજન્સીનું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું*
વડોદરા શહેરની સયાજીગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા દ્વારા સંચાલિત હેપ્પી હોમ ગેસ સર્વિસનું 11 મહિનામાં બીજી વખત ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. ધારાસભ્ય જીતુ સુખડીયાના પુત્ર હિરેન સુખડિયાની ગેસ એજન્સી હેપ્પી હોમ્સમાંથી ગેસના બોટલ લઇને જલારામનગરમાં રિફીલિંગ કરતા હતા
**
*રાજ્યમાં ઓગસ્ટ માસમાં તમામ તહેવારો પર પ્રતિબંધ: ગૃહમંત્રી*
રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાની રાજ્યના ગૃહમંત્રીએ જાહેરાત કરી છે. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.
**
*પાટીલના નજરે ચડ્યો આઈટી સેલ*
ભાજપના ટેકનોસેવી નેતા તરીકે જાણીતા થયેલા પાટીલે પદ ધારણ કરતા જ આઈટી સેલ તેમના રડારમાં આવ્યો હોય તેમ દેખાય છે. અત્યાર સુધી ભાજપના નેતાઓને સોશિયલ મીડિયા પર છવાઈ જવાનો અને પાર્ટી કરતા પોતાના એકાઉન્ટ પર વધુ ધ્યાન આપવાનો ટ્રેન્ડ હતો. કોઈ સરકારની યોજના કે ભાજપ સંગઠનના મેસેજ લોકો સુધી પહોંચાડવામાં જાણે કે ભાજપના નેતાઓને રસ જ ન હતો. જેની અત્યાર સુધી તો નોંધ ન લેવાઈ પરંતુ ટેક્નોસેવી પ્રમુખને સમગ્ર બાબત સામે આવતા તેઓને સાનમાં સમજાવ્યા હોવાનું મનાય છે.
**
*પ્રોફેસરોને રાહત હવે કોલેજમાં આવવું નથી ફરજીયાત*
સરકારે રાજ્યભરની કોલેજના અંદાજે 5 હજાર પ્રોફેસરોને રાહત આપી છે. કોરોનાની મહામારી વચ્ચે પ્રોફેસરોએ હવે કોલેજમાં આવવું ફરજીયાત નથી. પ્રોફેસરોની વર્ક ફ્રોમ હોમની માંગણી સરકારે સ્વીકારી લીધી છે. અનલોક-3ની ગાઇડલાઇનમાં રહેલી અવઢવ સરકારે દૂર કરી છે. આથી હવે તમામ પ્રોફેસર્સ ઘરે રહીને ઓનલાઇન શિક્ષણ આપી શકશે.
**
*મોરબીની અણીયારી ચોકડી પાસે અકસ્માત 3ના મોત*
મોરબી. મોરબીની અણીયારી ચોકડીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા પાસે કન્ટેનર કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
**
*ગુજરાતમાં નવી ઔધોગિક નીતિ જાહેર*
ગુજરાત સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી છે. સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી: નવા એકમોને લોન લેવામાં પણ સરકાર મદદ કરશે 5 કરોડ રૂપિયા સુધીની સહાય માટેની જોગવાઈઓ બજાર કિંમતના 6 ટકા ભાડુ ચૂકવવાનું રહેશે આત્મનિર્ભર ગુજરાત પર નવી નીતિમાં ભાર મૂકાયો
**
*રૂપાણી શાસનના 5300 કરોડની ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો*
ભાડભૂત યોજનાથી વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નક્શે પ્રસ્થાપિત કરવાની રૂપાણીની નેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના શાસનના ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે તેમણે 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં ભાડભૂત ખાતે કાર્યક્રમ યોજ્યો હતો
**
*નવી શિક્ષણનીતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની નવી શિક્ષણ નીતિ પર પોતાનો મત રજુ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત એક કોન્ફ્રન્સમાં પીએમ મોદી સંબોધન કરી રહ્યા છે પીએમ મોદીએ કહ્યું કે ત્રણ ચાર વર્ષના વિચાર અને મનોમંથન બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. આ વિચારધારાને લોકો આ મુદ્દે મંથન કરી રહ્યા છે.
**
*હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકાશે ડિજિટલ લેણ-દેણ: રિઝર્વ બેન્ક*
ઘણી વખત જોવામાં આવ્યુ છે કે, ઈન્ટરનેટ કનેક્શન નહી થવાના કારણે ડિજિટલ પેમેન્ટ અથવા ટ્રાંજેક્શનમાં તકલીફ થાય છે. જોકે, હવે રિઝર્વ બેન્કે એક એવી સુવિધાની શરૂઆત કરી છે. જે થકી તમે ઈન્ટરનેટના કનેક્શન વગર જ ડિજિટલ લેણદેણ કરી શકશો 200 રૂપિયા સુધીની ચૂકવણીની મંજૂરી ખરેખર રિઝર્વ બેન્કે ઓફ લાઈન એટલે કે ઈન્ટરનેટ વગરના કાર્ડ અને મોબાઈલ થકી નાની રાશિની ચૂકવણીની મંજૂરી આપી દીધી છે.
**
*કેરળના મુન્નારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન ૭૫ લાપતા*
કેરળમાં ભારે વરસાદને કારણે મુન્નારમાં ભૂસ્ખલન થયું છે આ અકસ્માતમાં ચાના બગીચાના 75 કામદારો અને તેમના પરિવારના સભ્યો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે 50 લોકોની ટીમ મોકલવામાં આવી છે. કેરળથી હિમાચલ સુધી અને ગુજરાતથી લઈને આસામ સુધી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે
**
*રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએનીનવી ગાઈડલાઈન જાહેર*
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએના રોજ બેંકમાં રોકડ લોન અથવા ઓવરડ્રાફ્ટ સુવિધાઓ મેળવનારા ગ્રાહકો માટે ચાલુ ખાતું કરન્ટ ખાતુ ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મામલે શિસ્તની જરૂર છે.
**
*ખેડૂત એકતા મંચે સીએમ રૂપાણીને લખ્યો ખુલ્લો પત્ર*
પાક વીમાની ચૂકવણીમાં વીમા કંપનીઓની ગોલમાલ ગુજરાતમાં નવા વાત નથી. પાક વીમાના વળતરમાં ચૂકવણીમાં ગોલમાલ અંગે ખેડૂત એકતા મંચે માણાવદર અને મૂળી તાલુકાના આંકડાઓ જાહેર કરી વીમા કંપનીઓ સામે આક્ષેપ કર્યાં હતા
**
*સુશાંતને રિયાએ પાંચ દિવસમાં 25 ફોન કર્યા હતા*
રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને આઠ જૂને બ્લોક કરી દીધો હતો આઠ જૂનથી 14 જૂન સુધી બન્ને વચ્ચે કોઈ વાતચીત નથીમુંબઈ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં દરરોજ એક નવો વળાંક આવે છે અભિનેતાની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્ર્વર્તી પર સુશાંતના પિતા કે. કે સિંહે છેતરપિંડીનો આરોપ મૂક્યો છે
**
*વડાપ્રધાન મોદીની યોજનાના ઉડાયા લીરેલીરા?*
સરકારી વિભાગની નિષ્ક્રિયતાને લઈને વધુ એક વખત સરકારની આબરુના લીરા ઉડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન મોદીએ નવેમ્બર મહિનાના અંત સુધી તમામ ગરીબોને મફત અનાજ અને ચણા આપવામાં આવશે તેમ કહેવાયુ હતુ. પરંતુ રાજ્ય સરકારના અધિકારીઓના અણઘડ વહીવટના કારણે કેન્દ્ર સરકારની બદનામીની પ્રહલાદ મોદીએ ભીતિ વ્યક્ત કરી.૧૫ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બે કિલો ચણા વિતરણ કરવામાં આવશે. તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જો કે બાદમાં આવો આદેશ જાહેર કરાયો ૫ તારીખ સુધી જે કોઈ લોકોએ ચણા ભલે લઇ લીધા હોય. પરંતુ હવે કોઈએ આગામી આદેશ સુધી ચણા ગોદામમાં ઉતારવા નહિ. ત્યારે આવા સંજોગોમાં કેવી રીતે ગરીબ લોકો સુધી ચણા પહોંચશે એ સવાલ થઇ રહ્યો છે.