USAમા વસતા આપણા એક ભારતીય મુળના પરિવારના ગ્રાંડ પા રામમંદિર શિલાન્યાસ નો કાર્યક્રમ જોઈ રહ્યા હતા.. આમેય ‘આપણી’ ન્યુઝ ચેનલો ઉપર બીજુ કશુ આવતુ પણ નહોતુ.. ગ્રાંડ પા સાથે નવેક વરસનોપૌત્ર પણ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની રહ્યો છે.. એને કશુય સમજાતુ નથી.. એ બિલકુલ આપણા જેવો જ છે..
…. દાદુ.. વ્હેરી ઝ અવર ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર?..
… ચિકુ.. જે પેલા સફેદ લાંબી દાઢીમા ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે ને.. એજ આપણા લાડકા પ્રધાન મંત્રી..
ઓકે દાદુ.. બીજા બધા પ્રધાનમંત્રી અહીં શુ કરે છે? શુ ઈન્ડિયા પ્રધાનમંત્રીઓથી લદાયેલી કંટ્રી છે..
… ના બીજા બધા સંત છે..
.. તો આપણા પ્રધાનમંત્રી સંત નથી? ….
.(દાદુ મૌન છે.. સંત મંત્રી બની શકે. મુખ્યમંત્રી પણ બની શકે… પણ સત્તા અને સંતતા કમભાગ્યે સાથૈ રહી નથી શકતી..)
“ઓકે દાદુ ટેલ મી.. એ વારે ઘડીએ પડી કેમ જાય છે..”
“ચિકુએ પડી જતા નથી.. નમન કરે છે.નમસ્તે કરે છે.”
“પણ દાદુ.. આ રીતે ઊંધા પડીને?”
“હા એ ભારતીય પરંપરા છે ચૂંટણીના વખતથી વિકસી છે
સંસદ પ્રવેશ વખતે પણ એમણે આ રીતે સંસદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા..”
” ઓકે.. તે એકલા એકલા ફેરા કેમ ફરે છે? ”
“દિકરા એને પ્રદક્ષિણા કહેવાય”
” પણ એકલા એકલા… ”
(દાદુ પાછા મૌન થઈ જાય છે.. દાદુને ખબર છે.. આવી બાબતમાં ચુપ રહૈવામાજ મજા છે)
(પ્રધાનમંત્રી શ્રીરામના નારા સાથે ભાષણ શરૂ કરે છે)
” દાદુ.. પહેલા આપણા પ્રધાનમંત્રી શિક્ષક હતા? ભુગોળના શિક્ષક હતા? ”
“તે શિક્ષક નહોતા પણ શરુઆતમા શિક્ષકની સાથે હતા.. એટલી ખબર છે.. ભુગોળમા હવે એમનો રસ વધતો જાય છે.. રોજ ચીન નેપાળ અને પાકિસ્તાનના નકશા લઈને બેસે છે..”
“દાદુ કાલે મારો એક પાકિ ફેન્ડ કહેતો હતો. ઈન્ડિયા સેક્યુલર કંન્ટી છે.. એમ કહી હસતો હતો. એ મજાક કરતો હતો.. પણ એની મઝાક મને સમજાય નહિ… દાદુ આ બિનસાંપ્રદાયિકતા એટલે શુ…? દાદુ મૌન રહ્યા એટલે ચિકુએ બીજો પ્રશ્ન પુછયો..
“દાદુ આ સ્વતંત્રતાદિને લાલ કિલ્લા ઉપર આપણો તિરંગો રામમંદિરના મુખ્ય પુજારી લહેરાવશે?”
“ના ચિકુ આપણો દેશ બિનસાંપ્રદાયિક છે રાષ્ટ્રધ્વજ તો આપણા પ્રધાનમંત્રી જ લહેરાવશે ને…”
” તો બિન સાંપ્રદાયિકતા એટલે શુ તે કહો? દાદુ તમે તો આખો દિવસ વાંચતા હોવ છો.. તમારા ફ્રેન્ડ ની ભાષામા કહુ તો તમે અભ્યાસુ છો.. પેલી ચૌપડીમા જોઈને કહો”
” ચિકુ દિકરા.. એને બંધારણ કહૈવાય.. ગ્રંથ કહેવાય.. ”
(ચિકુ પૌરાણિક સેકશનમાથી મનુસ્મૃતિ લઈને આવે છે)
” લો… દાદુ બંધારણ…? “(દાદુ સ્હેજ ગૂસ્સાથી)
” ચિકુ આને ચોપડી કહેવાય.. ”
પછી સ્હેજ ચીડ ભર્યા સ્વરે પોતાની અમેરિકન પુત્રવધુને સાદ પાડે છે..
” માર્થા……..”
” યસ ડેડીજી…”
” બેટા તને કેટલીય વાર કહયુ.. માયથોલોજી સેકસનમા ભારતીય બંધારણ ના મુકીશ…”
“મે ભારતના તમામ બંધારણને એકજ સેકશનમા ગોઠવ્યા છે.. ”
” અરે દિકરા તુ બંધારણની હાલત તો જો… પોરાણિક પુસ્તકોની તમામ ‘સિલ્વર’ ફિશ બંધારણને વળગી છે બંધારણના કેટલાય શબ્દો કોરી નાખ્યા છે..”
” એક કામ કરીશ બેટા”
” જી ડેડીજી..
“આ બંધારણને માવજતથી સાફ કરાવી. બધી ઉધય ને દુર કરી. ચિકુના સ્ટડીરૂમ મા મુકી દેજે. મને લાગે છે એ ત્યાંજ સચવાશે…અને આ ટીવી બંધ કરી દે..
” હા દાદુ…. “ચિકુ બોલ્યો
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
