એક લાખથી વધુ સેલ્ફ એસેસમેન્ટ કરનાર કરદાતાઓને વ્યાજમાં રાહત આપવા ચેમ્બરની રજૂઆત કોરોનાની મહામારી વચ્ચે કરદાતાઓને સી ડી દ્વારા કેટલીક રાહત આપવી જરૂરી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

૧ લાખથી વધારે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે ૨૩૪એ હેઠળ ચૂકવવું પડતું વ્યાજ ૩૦ નવેમ્બર સુધી વિલંબિત કરવ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સીબીડીટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે
ચેમ્બર દ્વારા કરવામાં આવેલી રજૂઆત અંગે માહિતી આપતા ચેમ્બરની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેનસીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં સીબીડીટી દ્વારા કરદાતાઓ માટે ચોક્કસ વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે.

કોવિડ-૧૯ના પગલે સરકારે ૨૪ જૂન, ૨૦૨૦ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને ૨૦ માર્ચ ૨૦૨૦થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાનના કોમ્પ્લાયન્સ માટેની તારીખો લંબાવી હતી. તેના પગલે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ (આકારણી વર્ષ ૨૦૨૦-૨૧)નું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ઓડિટ સિવાયના રિટર્ન માટે ૩૧ જુલાઇથી લંબાવીને ૩૦ નવેમ્બર થઇ છે અને ઓડિટેડ રિટર્નની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબરથી લંબાવીને ૩૦ નવેમ્બર કરવામાં આવી છે.

સામાન્ય રીતે જ્યારે રિટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવવામાં આવે છે ત્યારે વિલંબિત રિટર્ન માટે સેક્શન ૨૩૪એ હેઠળ ચૂકવવું પડતું વ્યાજ પણ લંબાવવામાં આવેલી તારીખ સુધી લાગુ પડતું નથી. જોકે, ૨૪ જૂન, ૨૦૨૦ના નોટિફિકેશનના બીજા ક્રમના પ્રોવિઝોમાં રિટર્નની મુદત લંબાવવાની સાથે વ્યાજની રાહત આપવામાં આવી નથી

ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે રૂ. ૧ લાખથી વધારે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની ચૂકવણીની તારીખ લંબાવવામાં આવશે નહીં. એટલે કે આવકવેરા કાયદા ૧૯૬૧માં જણાવવામાં આવેલી તારીખો મુજબ જ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ચૂકવવાનો છે અને વિલંબિત ચૂકવણી પર સેક્શન ૨૩૪એ મુજબ વ્યાજ ભરવાનું થશે.

_- એક લાખથી વધારે કે ઓછી કર જવાબદારીના આધારે કરદાતાઓને વિભાજિત કરવા યોગ્ય નથી. એવી સ્થિતિ હોઇ શકે છે કે જેમાં મધ્યમવર્ગ, નાના વેપારીઓ કે વરિષ્ઠ નાગરિકો રૂ. ૧ લાખથી થોડી વધારે કુલ ટેક્સ જવાબદારી ધરાવતા હોય અને ટીડીએસ કે એડવાન્સ ટેક્સના બદલે સંપૂર્ણ ટેક્સ જવાબદારી સેલ્ફ એસેસમેન્ટથી નિભાવતા હોય જ્યારે બાજી તરફ એચએમઆઇ અને મોટા કોર્પોરેટ્સ કરોડોની કુલ ટેક્સ જવાબાદારી ધરાવતા હોય પરંતુ ટીડીએસ, એડવાન્સ ટેક્સ અને ટેક્સ ક્રેડિટના કારણે તેમની સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જવાબદારી રૂ. ૧ લાખથી વધારે ના થતી હોય.

-ડબલ્યુએચઓએ કોવિડ-૧૯ને વૈશ્વિક મહામારી જાહેર કરી છે અને તેના કારણે અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઇ છે અને આ નોટિફિકેશન પણ અસાધારણ સ્થિતિના પગલે બહાર પાડવામાં આવ્યું છે. સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરતા પ્રામાણિક કરદાતા માટે પણ વિવિધ સ્ત્રોતથી માહિતી મેળવવી મુશ્કેલ છે. સૌથી સામાન્ય સ્ત્રોત બેન્કનું વ્યાજ અને તેના પર લાગતો ટીડીએસ છે. ટીડીએસ રિટર્નની આખરી તારીખ લંબાવીને ૩૧ જુલાઇ અને ટીડીએસ સર્ટિફિકેટની તારીખ લંબાવીને ૧૫ ઓગસ્ટ કરવામાં આવી છે તેથી મોટાભાગની બેન્કો, ટેક્સ ડિડક્ટર્સે જુલાઇના આખરી અઠવાડિયા અગાઉ ટીડીએસ રિટર્ન ફાઇલ નથી કર્યાં તેથી કરદાતાઓ માટે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બને છે.

-આઇટીઆર-૩ માટે ઓનલાઇન યુટિલિટી ૩૧ જુલાઇ, ૨૦૨૦ના રોજ ઉપલબ્ધ થઇ હતી, જે ૨૩૪એ હેઠળ વ્યાજથી બચવા માટે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ હતી. આઇટીઆર ૫-૭ માટેની ઓનલાઇન યુટિલિટી હજુ ઉપલબ્ધ થઇ નથી. તેથી કરદાતાઓ માટે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ નક્કી કરીને રિટર્ન ફાઇલ કરવું શક્ય નથી. પરંતુ તેઓ રિટર્ન ફાઇલ કરે તે તારીખ સુધીનું વ્યાજ તેમણે ચૂકવવું પડશે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

-રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી છે તેથી સ્પષ્ટ છે કે કોવિડ-૧૯ અંકુશોના કારણે કરદાતાઓ સામાન્ય સ્થિતિની જેમ કોમ્પ્લાયન્સ કરી શકે તેમ નથી અને અનેક રાજ્યોમાં ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. અનેક શહેરોમાં કરદાતાઓ, પ્રોફેશનલ્સ અને કન્સલ્ટન્ટ્સની ઓફિસો અપૂરતા સ્ટાફ સાથે કાર્યરત છે. આથી કરદાતાઓને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની ગણતરી કરીને રિટર્ન ફાઇલ કરવા માટે વધારે સમય આપવો જરૂરી છે.

-૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો બિઝનેસ કે પ્રોફેશનલ આવક ના ધરાવતા હોય તો તેમને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેમણે તેમની સંપૂર્ણ કર જવાબદારી સેલ્ફ એસેસમેન્ટના ધોરણે અદા કરવાની હોય છે. કોવિડ-૧૯ની સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો માટે વધારે જોખમ છે અને ૨૩૪એ હેઠળ વ્યાજ બચાવવા માટે ૩૧ જુલાઇ અગાઉ રિટર્ન ભરવા વિગતો મેળવવી અને કરની ગણતરી કરવી તેમના માટે ભારણરૂપ બનશે.

TejGujarati