રાજપીપળા કોવિદ માં 21/7 ના રોજ પોઝીટીવ રિપોર્ટ આવતા દાખલ થયા બાદ વડોદરા સારવાર લીધી હતી.
16 દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં વડોદરાની હોસ્પિટલમાંથી સાજા થતા તેમને રજા અપાઈ.
15 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરાયા.
રાજપીપળા, તા. 6
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા કોરોનાને માત આપી છે. નાંદોદ તાલુકાનું સુંદર ગામના હરેશ વસાવાને તા. 21/7ના રોજ પોઝીટીવ રિપોર્ટ આવતા તેમને રાજપીપળા કોવિદમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ 26 /7 ના રોજ તેમની તબિયત બગડતા તાત્કાલિક તેમને વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. 16 દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં વડોદરાની હોસ્પિટલમાંથી સાજા થતા તેમને રજા અપાઈ છે. હાલતો 15 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન રહેશે. હરેશ વસાવા સાજા થઇ જતા કોંગ્રેસ સમર્થકોમાં આનંદની લાગણી જવાતા કોરોનાને માત આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા