રામમંદિર શિલાન્યાસ દિવસ નિમિત્તે વર્લ્ડ એન આર આઈ સંગઠન દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી ઉજવણી.

ગુજરાત ભારત સમાચાર

આજરોજ ભારત દેશભર માં જ્યારે ભગવાન રામ ના મંદિર નું અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવા માં આવ્યું છે જે ઉપલક્ષ માં દીપ જ્યોતિ કરી અને ફટાકડા ફોડી અભિવાદન કરવા માં આવી રહ્યું છે. લોકો પોતાના ઘરે પણ દિવા કરી ને ભગવાન રામ ના મંદિર બનવાની જે વર્ષો ની લાગણીઓ હતી એ પુરી થઈ તેવું જણાવી રહ્યા છે.

આ ઉપલક્ષ માં અમદાવાદ ખાતે વર્લ્ડ એન આર આઈ સંગઠન દ્વારા દીપ પૂજન અને ફટાકડા ફોડી ને ઉજવણી કરવા માં આવી હતી સાથે જ રામધૂન બોલાવી હતી અને જરૂરીયાતમંદ લોકો ને આ કોરોના ના સમય માં જરૂરી તેવી ઇમ્યુનિટી કિટ આપવા માં આવી હતી સાથે જ ઘણા લોકો દ્વારા રામ નામ ના મંત્રજાપ પણ આજ રોજ લખી ને પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો.

આ કાર્યક્રમ માં વર્લ્ડ એન આર આઈ સંગઠન ના પ્રમુખ યતેન્દ્રસિંહ ચૌહાણ પણ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી રામ ની પૂજન વિધિ કરી હતી અને કહ્યું હતું કે આજે હિંદુઓ ની વર્ષોજુની ઇચ્છા પૂરી થઈ છે અને જલ્દી થી જ ભગવાન રામ નું મંદિર અયોધ્યા માં બની જશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સચિવ નરેન્દ્ર ત્રિપાઠી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટ
પારુલ ગજ્જર

TejGujarati