ગુડ્ડન તુમસે ના હો પાયેંગાના સેટ પર કનિકા માન દાદીની કંપનીને ખૂબ જ યાદ કરે છે

સમાચાર

ગુડ્ડન તુમસે ના હો પાયેંગાના સેટ પર કનિકા માન દાદીની કંપનીને ખૂબ જ યાદ કરે છે

ઝી ટીવીના ગુડ્ડન તુમસે ના હો પાયેંગાએ તેની વાર્તાલાઈનને લીધે દર્શકો દ્વારા અત્યંત ચહિતો અને વખાણાયેલો
શો છે, જેને લોકડાઉન દરમિયાન તેના ચાહકોએ ખૂબ જ યાદ કર્યો છે. હવે, જ્યારે લોકડાઉનમાં રાહત મળી છે અને
શૂટિંગ શરૂ થયું છે, ત્યારે 13મી જુલાઈથી શોએ ફરીથી કમબેક કર્યું છે અને ત્યારથી જ, દર્શકોએ ગુડ્ડન (કનિકા માન)
અને અક્ષત જિંદાલ (નિશાંત સિંઘ મલકાણી) અને તેના પરિવારના જીવનમાં આવતા અદ્દભુત વણાંકને માણી રહ્યા
છે, જો કે, શું તમે જાણો છો કે, ટીવી પર સમગ્ર પરિવાર સાથે છે, પરંતુ તેઓ એક સાથે શૂટિંગ નથી કરતા? ખરેખર
તો, સ્થળ અંગે સરકારની કડક માર્ગદર્શિકાને લીધે, ગુડ્ડન તુમસે ના હો પાયેંગાની દાદી ઉર્ફે દલજીત સૌંધ તેના ઘરેથી
શૂટિંગ કરી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે, ઝી ટીવીની ચહિતી બહુ ગુડ્ડન ઉર્ફે કનિકા માન સેટ પર તેની કંપનીને
ખૂબ જ યાદ કરે છે.
સરકારની માર્ગદર્શિકા વડિલ કલાકારોને સેટ પરથી શૂટિંગ કરવાની મંજૂરી આપતા નથી, તેથી કનિકા માન અને
નિશાંત સિંઘ મલકાણી સેટ પરથી શૂટિંગ કરી રહ્યા છે, ત્યારે દલજીત સૌંધ તેમના ઘરેથી સિકવન્સ માટે ક્લોઝઅપનું
શૂટિંગ કરી રહ્યા છે, તે પણ ઓછામાં ઓછા લોકોની સાથે. લોકડાઉનના આ સમયગાળા દરમિયાન કનિકા જે, તેની
ઓન-સ્ક્રીન દાદી- દલજીત સૌંધની સાથે એક ખાસ જોડાણ અનુભવે છએ, તે તેમની સાથેની મસ્તી અને વાતોને
ખૂબ જ યાદ કરે છે, જે તેની ઓનસ્ક્રીન દાદીની સાથે કરતી રહેતી હોય છે.
કનિકા માન ઉર્ફે ઝી ટીવીના ગુડ્ડન તુમસે ના હો પાયેંગાની ગુડ્ડન કહે છે, “દાદીને સેટ પર હમણા જોવા નહીં મળે
એ ખરેખર કમનસીબ છે અને જ્યારે હું સમજી શકું છું કે આ રોગચાળો મોટેપાયે ફેલાયો છે અને તેમની સલામતી પણ
એટલી જ મહત્વની છે, હું હજી પણ સેટ પર તેમની આસપાસ રહેવાનું ખૂબ જ યાદ કરું છું. દાદી ખરેખર અત્યંત
સકારાત્મક ઉર્જા ધરાવે છે અને જ્યારે પમ તે રૂમમાં પ્રવેશ બધું જ ચળકી ઉઠે છે. હું સેટ પર તેમની સાથે કરતી મસ્તી
ઉપરાંત તેમની સાથે ઊંડાણપૂર્વક કરવામાં આવતી ચર્ચાઓને ખૂબ જ યાદ કરું છું. પરંતુ હું તેમના પરના જોખમને
સમજું છું અને આશા રાખું છું કે, સમગ્ર વિશ્વસ તેમાંથી જલ્દી બહાર આવી જશે, અને અમે ઝડપથી નિયમિત
શૂટિંગ શેડ્યુઅલ ચાલું કરી શકીશં અને દાદીને સેટ પર પાછા લાવી શકીશું.”
આ દરમિયાન કનિકા માનને ગુડ્ડન તરીકે જૂઓ ગુડ્ડન તુમસે ના હો પાયેંગામાં, સોમવારથી શુક્રવાર સાંજે 8 વાગે

ફક્ત ઝી ટીવી પર!

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •