અમદાવાદ કેમિસ્ટ એસોસિએસનનુ ઇલેક્શન સપ્ટેમ્બર માસમાં યોજાશે માર્ચમાં યોજાનાર ઇલેક્શન કોરોના ને લઈને પાંચ મહિના બાદ યોજાશે.

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદ કેમિસ્ટ એસોસિયન ની ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં થાય તેવી સંભાવના સંગઠનના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોદ્દેદારોની અવધિ માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ હોવાથી માર્ચ મહિનામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાને લઈને દેશભરમાં આપવામાં આવેલા લોક ડાઉન ને લીધે ચૂંટણીની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. હવે લોક ડાઉન પૂરું થઈ ગયું છે અનેગુજરાતના વ્યાપારીઓની સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની ચૂંટણી માટે પણ કલેક્ટર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જેને પગલે કેમિસ્ટ એસોસિયન ના હોદ્દેદારો પણ આગામી મહિને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દેવાની ફિરાકમાં છે.

અમદાવાદના મેડિકલ સ્ટોર ધારકોના પ્રશ્નોના નિરાકરણ માટે રચાયેલી અમદાવાદ કેમિસ્ટ એસોસિયન ની ચૂંટણી માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં યોજાવાની હતી. જેના માટે ઉમેદવારી પત્રકો ભરાયા હતા બે પેનલો ની રચના પણ થઇ ગઇ હતી અને ચૂંટણીની તારીખો અને અન્ય તમામ કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ મતદાન પ્રક્રિયા થાય તે પહેલાં જ દેશમાં કોરોના એન્ટ્રી કરી દેતા લોક ડાઉનઆપી દેવામાં આવ્યું હતું.

લોક ડાઉનને કારણે ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ત્યારે ચૂંટણી અધિકારીએ કોરોના ને લઈને ચૂંટણી રદ કરવા આદેશ આપ્યો હતો જેને પગલે લોક ડાઉન બાદ પણ એસોસિએશન દ્વારા ચૂંટણી પ્રક્રિયા કરવી કે કેમ તેને લઈને અવઢવ હતી.

હવે જ્યારે ચેમ્બરની ચૂંટણી માટે કલેકટરે મંજૂરી આપી દીધી છે અને આગામી ૫મી સપ્ટેમ્બરના રોજ ચેમ્બરની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પણ આગામી મહિને કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંગઠનના હોદ્દેદારો ના જણાવ્યા મુજબ ચૂંટણી માટે જે-તે પરવાનગી લેવાની હોય તેના માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે હવે તંત્ર દ્વારા અને ચૂંટણી અધિકારી દ્વારા તેના ઉપર મંજૂરીની મહોર લાગી જાય એટલે ચૂંટણીની તારીખ નક્કી કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

કેમિકલ એસોસિએશનના નવા હોદ્દેદારો માટે ઓનલાઇન મેડિસીન તથા કેટલી વિદેશી કંપનીઓની મેડિકલ સ્ટોર ની ચેઈન નો વિરોધ કરવાનો મુખ્ય એજન્ડા રહેશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •