ફૂલની પાંખડીઓ ન તોડશો, આખું ફૂલ જ આપજો. -કવિ શ્રી તુષાર શુક્લ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

કલા સાધના એ કલાકારનું તપ છે
પણ કલા પ્રસ્તુતિ એમની રોજીરોટી છે.
એમાંથી એમનું ઘર ચાલે છે.
કાર્યક્રમ પૂરો થયા પછી ચાર મિત્રો ભાજીપાંઉ ખાવા જાય છે એના બિલની રકમ કાર્યક્રમની ટિકીટ કરતા વધુ હોય એમ પણ બને. પણ ભાજીપાંઉમાં પૈસા વસૂલની શારીરિક પ્હોંચ મળે છે, કાર્યક્રમમાં મળેલો આનંદ એવી સ્થૂળ પ્હોંચ આપતો નથી.

આવું કહેનારા છે જ :
“ સાચો કલાકારો તો કલાસાધક છે.
એની સાધના તો અમૂલ્ય છે.
એનાં મૂલ્ય એણે મંગાય નહીં
ને અમે કોણ એ ચૂકવનાર ? “

સાવ સાચું , સાહેબ.
કલા દિવ્ય છે.
પણ
કલાકાર તો મનુષ્ય છે !
કલા અમૂલ્ય છે જ
પણ કલાકારે તો જીવન નિર્વાહ માટે જરુરી
ચીજોનું મૂલ્ય ચૂકવવું પડે છે.
તમે દિવ્યતાનો આદર કરીને કલાકારોનો મહિમા કરો છો એ બદલ આભાર
પણ તેની સાથોસાથ પેલા દુન્યવી માણસની જરુરિયાતોય માંગ્યા વગર જ પૂરી કરી દો ને ?

કલાકારને ભિક્ષા નથી જોઇતી.
કલાકારને એની કલાસાધના
ને તમને મળેલા આનંદની કિંમત નથી જોઇતી.
કલાકારને તમારા ભાજીપાંઉમાંથી
ભાગ નથી જોઇતો.
એને એની પાત્રતા અનુસારનો પુરસ્કાર જોઇએ છે – ગૌરવભેર.

વ્યાવસાયિક કલાકારોના જીવન નિર્વાહ વિષે આયોજકો અને ભાવકોએ વિચારવું જોઇએ.
એ માટે કાર્યક્રમો પણ કરો ને કલાકારોને પુરસ્કાર પણ આપો.

અને હા,
ફૂલની પાંખડીઓ ન તોડશો,
આખું ફૂલ જ આપજો.

કવિ શ્રી તુષાર શુક્લ ની વોલ પરથી સાભાર…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •