રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્રા જ સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા .

ગુજરાત ભારત સમાચાર

– રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્રા જ સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા

– ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો–ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી અભયભાઈ ભારદ્રાજનું અભિવાદન.

ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાએ અભયભાઈ ભારદ્રાજ અને શ્રીમતી અલ્કાબેન અભયભાઈ ભારદ્રાજ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે ડો. કથીરીયા તથા શ્રીમતી કાંતાબેન કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો–ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી અભયભાઈ ભારદ્રાજનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમની શ્રૃંખલામાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા અંગે દેશની જનતાને આહવાન કર્યુ છે. મોદીજીનાં આ આહવાનને સ્વીકારી ‘રાષ્ટ્રીય કામધેનુ આયોગે’ આ વર્ષે ગોમય–ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન, પૂજન માટે અભિયાનરૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ નિર્ભર’ ભારત અને ”મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને ધ્યાનમાં રાખી આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા–મહિલા ઉદ્યોગીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગુ્રપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝની મૂર્તિઓ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાવા ડો. કથીરીયાએ આગ્રહ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ અભયભાઈ ભારદ્રાજને આ અંગે વિશેષ વિગતો જણાવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીથી શરૂઆત કરી અલગ અલગ રાજકીય, સામાજીક અગ્રણીઓ, ધર્મ–સંપ્રદાયના વડાઓ અને પ્રતિષ્ઠિત સેલીબ્રીટીઓને આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે. વર્તમાનમાં કોરોનાના સંક્રમણ કાળમાં સૌ પોતપોતાના ઘરમાં ગોબર–ગોમયમાંથી બનાવેલા ગણપતિજીનું સ્થાપન કરી પૂજન અર્ચન કરી. ગણપતિ ઉત્સવ મનાવે. સાથે જયારે વિસર્જન કરવામાં આવે ત્યારે ઘરના જ વૃક્ષો છોડ માટે ખાતર તરીકે ઉપયોગ કરે.
ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે, ગોમય–ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણ રક્ષા થશે. પી.ઓ.પી. થી થતુ પ્રદૂષણ અટકશે. ઘરમાં ગોબરના રાખવાથી નુકશાનકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ થશે. ઘરમાં પવિત્રતા રહેશે. ‘ગોરવે વસતે લક્ષ્મી’ મુજબ ઘરમાં સમૃધ્ધિ વધશે. ભગવાન શ્રી ગણેશજીના આર્શીવાદ પ્રાપ્ત થશે. અને વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવા–મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો ઉદૃેશ સિધ્ધ થશે.

રાજયસભાના સાંસદ શ્રી અભયભાઈ ભારદ્રાજે પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાનાં આ પરમ સત્કાર્ય અંગે પોતાનાં અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી અને આ અંગે પોતાના તમામ સહકારની કટીબધ્ધતા વ્યકત કરી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •