Leo club of Karnavati કે જે છેલ્લા ૧૫ વર્ષથી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબ્લડ્, મેમનગર ગામ ના મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતી આવી છે. ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે શાળા બંધ હોય લીઓ કલબના સભ્યોએ તેમના એક સભ્યના ઘરે ૮ મનોદિવ્યાંગ બાળકોને આમંત્રિત કર્યા અને આજરોજ તારીખ ૨ ઓગસ્ટ ૨૦૨૦, રવિવારે કે જે ફ્રેન્ડશીપ ડે પણ છે એવા દિવસે રાખી પર્વની ઉજવણી કરી. જેમાં ૮ મનોદિવ્યાંગ બાળકોને લિઓ કલબના સભ્યોએ માત્ર તિલક કરી હાથે રાખડી બાંધી અને આ બાળકોએ પણ સભ્યો ને રાખડી બાંધી. આના રાખડી કહો કે ફ્રેન્ડશીપ બેલ્ટ કહો.. પણ ૧૫ વર્ષની પરંપરા ન તોડી ,લિઓ ક્લબના સભ્યો દ્વારા આખરે કોરોના સામે રક્ષણ મળે તે હેતુસર આજરોજ મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી ફ્રેન્ડશીપતા પણ નિભાવી. બાળકોને પેક નાસ્તો અને ગિફ્ટ પણ લાયન્સ ક્લબ કર્ણાવતી તરફથી આપવામાં આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સહ આ તહેવાર અનોખી રીતે ઉજવી લિઓ ક્લબે આ મનોદિવ્યાંગ બાળકો જોડે સાચા અર્થ માં ફ્રેન્ડશીપ નિભાવી છે એવું કહી શકાય.આભાર
પ્રમુખ—લિઓ ક્લબ કર્ણાવતી ડિઝાયર, અમદાવાદ