હાલને ભેરુ …..?- બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

હાલને ભેરુ …..?
—————–
આપણે ભેળા મળીને દોસ્તીના એ જમાના શોધીયે ,
તું અને હું એકલા બેસીને ગમતી વાત કરીયે ,
હાલને ભેરુ ,આજ શબ્દોના સહારે જુની યાદો શોધીયે …!
દુન્યવી સંતાકૂકડી છોડીને ,કંઈક નવું રમીયે ,
નામ પીઠ પર લખીને એકબીજાને એ નામ પુછીયે ,
હાલને ભેરુ ,આજ નદીની પાળે બેસીને કાંકરા નાખીયે ….!
તને હસતાં જોઈ વિના કારણ ખોટું ખોટું હસીયે ,
તને દુઃખી જોઈ ખુદની ખુશીની વાત છુપાવીયે ,
હાલને ભેરુ ,આજ એ ગણિતની ચોપડીના પાના ફાડીયે …!
હાથ ફેલાવીને એકબીજાને પડતાં રોકી લઈએ ,
જાદુ શીખીને ગમે ત્યારે હૈયામાં ડોકિયું કરી લઈએ ,
હાલને ભેરુ ,આજ સૂના રસ્તે સાદ પાડી બોલાવી લઈએ …!!
બીના પટેલ …?

TejGujarati