“મોરારીદાસ હરિયાણવીની તરફેણમાં. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

“મોરારીદાસ હરિયાણવીની તરફેણમાં..”
જયશ્રી રામ નારો અત્યારે ભારત માતાકી જય કે સત્યમેવ જયતે કરતા પણ વધારે મારા કાનને પુલકિત કરી રહ્યો છે.. મારી હયાતિમા બાબરી તુટી.. ને મારી હયાતિમા જ રામમંદિરની શરુઆત થઈ રહી છે.. વાહ હુ ધન્ય થયો. મારા જન્મનો ઉદ્દેશ્ય આજે મારાથી પમાયો..
દેશની બધી સમસ્યાઓ તો રાફેલ ના આગમન સાથે લગભગ પૂરી થઈ ગઈ છે. બાકી રામમંદિરની શિલાન્યાસ પુરી નાંખશે.. પછી તો રામ રાજને પ્રજા સુખી…
પણ આપણને એક વસ્તુ ન ગમી… રામમંદિરના પ્રસંગે તમે પ્રખર રામભક્ત મોરારિદાસનેજ જ ભુલી ગયા..
“બા બાપુજી કશુય ના ભુલિયા એક ભુલ્યા મને કે?”
દાસતો વિતરાગી છે.. દાન આપી શકે તેટલા પૂરતો જ નાણામોહ રાખે છે…
વિવાદમાં ધરાયેલ વડતાલ મંદિરને પણ આમંત્રણ.. શંભુપ્રસાદ ટુંડિયા પણ કોઈ પણ જાતની રામકથા વગર રામસુખ ભોગવશે…. અને મારા મોરારિદાસ…? હૈ રામ..
આવુ ચાલે મારા નાથ….?
મોરારિદાસ તો અંબાણી ભાઇઓની સુલેહ કરાવીને રામભરતનો સજ્જડ દાખલો બેસાડેલો.. તો મુકેશભૈ તમને આમા થોડી હેલ્પ ના કરે…?
દ્રારકામા કોઈ વિવાદ જ નહોતો.. એ વખતે તો રામભક્ત મોરારિદાસ અને કૃષ્ણભક્ત પબુભા વચ્ચેનું એક મિલન હતુ..જે આપણા કમનસીબે બરાબર થઈ ના શકયુ
કૃષ્ણભક્ત કૃષ્ણભકિતના આવેગમા રામભક્ત મોરારિદાસને ભેટવા માગતા હતા… પણ જાલિમ દુનિયા વચ્ચે પડી. ને આ મિલન શક્ય ન થવા દીધુ..
દાસ ખાલી રામનામ અને નાણા નથી કમાયા વિવાદો પણ એટલાજ કમાયા છે.. પણ છેલ્લા સમયથી થયેલા વિવાદ દાસને સમાધિ માટે વિચારવા વિવશ કર્યા છે.. હજી તો દાસ હજારેક કથા કરે તેવુ સામર્થ્ય ધરાવે છે..
પણ અયોધ્યાથી એમને આમંત્રણ ન મળવુ. એમના અને મારા એમ બંને માટે આંચકા સમાન છે.. રામના વનવાસના ખબર સાંભળીને અયોધ્યાના એક સામાન્ય નાગરિકને આધાત લાગે એવો આધાત મને પણ લાગ્યો છે.. હુ એટલો બધો એકવિધ છુ કે સામાન્ય નાગરિક થી વધારે નથી વિચારી શકતો…. મોરારીદાસ અયોધ્યા ન જાય તો પછી રામનામનો શુ અર્થ.?
.દાસ તો જે રીતે દ્રારકા ગયા એમ અયોધ્યા પણ જતા રહે તેમ છે.. નિસ્પુહી, નિર્માની નિરાભિમાની મોરારિદાસ કાંઇ પણ કરી શકે..આમા ખાલી આપણે કાંઇ નથી કરી શકતા.. વિજયભાઈ કદાચ યોગીજીને ભલામણ કરીને કાંઈ સેટિંગ કરાવે તો.. આપણા ગુજરાતના રામની ઈજ્જત રહી જાય..
પણ મારા જેવા સામાન્ય જન માટે આ આધાત મોટો છે… કેટલાક દાસના પહૈલી હરોળના ભક્તો (જેમા કહેવાતા સાહિત્યકારો પણ ખરા) એમ પણ માનતા હશે કે હમણા અયોધ્યાથી પુષ્પક વિમાન આવશે… રામદૂત ઉતરશે રામદાસને મનાવશે અને દાસને અયોધ્યા લઇ જશે…
મારી અંતરની ઈચ્છા છે કે દાસ અયોધ્યા મા જઇને પોતાની સંતતા પરિપૂર્ણ કરે…. આ વખતે બધા ગુજરાતી ભેગા થઈને કાંઇ સેંટિગ કરો મારા દાસને સમાધિ ની માનસિકતા માથી ઉગારો.. મારા રામ
જયશ્રી રામ
ભારતમાતા કી જય
જય રાફેલ
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •