“સાલુ આ સત્યમેવ જયતે એટલે શુ?” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

“સાલુ આ સત્યમેવ જયતે એટલે શુ?”
સાચુ કહુ તો સત્ય મને પહેલેથી જ નથી ગમતુ… મારા સિવાય બધા સત્ય બોલે…મારા લાભ માટે સત્ય પ્રત્યે વફાદાર રહે. એનો તો હુ ગાંધીજી કરતાયે વધારે આગ્રહી છુ… શેસનકોર્ટનુ સત્ય કે ડીસ્ટ્રીક્ટ કોર્ટનુ સત્ય હાઈકોર્ટે ના સત્ય થઈ જુદુ હોય શકે. ગરીબનુ સત્ય માલદારના સત્યથી જુદુ હોય શકે.. અંબાણીની સત્ય અડવાણીના સત્યથી અળગુ હોય શકે..
ગઇ વખતે આપણા શિક્ષણમંત્રીની કથિત ચૂંટણી ગેરરીતિ બાબતે હાઈકોર્ટમાં કોગ્રેસનુ સત્ય જીતી ગયુ.. પણ હજી સુપ્રીમ સત્ય બાકી હતુ. ત્યા અંતે આપણા શિક્ષણમંત્રીનુ સત્ય જીતી ગયુ.. સત્ય પક્ષપાત કરે છે. પાવરફુલની સાથે જ રહે છે.
એ વખતના હાઈકોર્ટેના ચુકાદાથી ન્યાય પ્રત્યે શ્રધ્ધા વધી હતી. પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ફરી પાછો ભગવાનમા માનતો થઈ ગયો.. ન્યાયમા અસિમ શ્રધ્ધા રાખતા આપણા શિક્ષણમંત્રીની કુળદેવીને એક નારીયેળ મારે પણ ચઢાવવુ એવી મને અંતરના ઉંડાણથી ઈચ્છા થઈ હતી..
મારી કલ્પનાશકિતની અસીમ કૃપાથી મે આપણા શિક્ષણમંત્રીની મુલાકાત લીધી..
વાલીઓના હિતમા આપ કેમ સુપ્રીમ મા કેમ ન ગયા..? સવાલની પ્રતિક્રિયા રૂપે એમણે કહયુ..
જો ભાઈ આમ તો હુ કોઇ આલિયા માલિયાને જવાબ આપવા બંધાયેલો નથી.. આ આખી યોજના છે. રાજ ચલાવવું હોય તો આવુ કરવુ પડે.. ચોરને કહે તુ ચોરી કર.. અને ધણીને કહે તુ જાગતો રહે.. વાલી અને વ્હાલા વચ્ચે અમારે પીસાતા જ રહેવાનુ ને… વાલી ખાલી વોટ આપે છે વ્હાલા વોટ શિવાય વ્હાલ પણ આપે છે… મે તો કહયુ. પ્રજાને ખુશ કરવા આવા નિર્ણયો લેવા પડે… વ્હાલા ની હાજરીમાં જ આ નિર્ણય લીધો હતો… પછી કહયુ હતુ તમે હાઈકોર્ટે મા જજો.. અમે સુપ્રીમ મા નઇ જઈએ. શુ છે કે એકની એક જગ્યાએ જવાથી આપણું માન ન જળવાય..
સરકારના નિર્ણય થઈ વાલી અને વિધ્યાર્થીઓ ખુશ.. હાઈકોર્ટના આદેશથી વ્હાલા ખુશ… એ બે ખુશ તો અમે ખુશખુશાલ…..
કહીને શિક્ષણમંત્રી ખડખડાટ હસી પડ્યા…
તો પછી શિક્ષણનું શુ થશે? મે ભોળાભાવે પ્રશ્ન કર્યો..
શિક્ષણ? એ વળી કોણ કહીને શિક્ષણમંત્રી પાછા ખડખડાટ હસી પડ્યા.. કંપની આપવા હુ પણ હસ્યો. અલબત મારી બંને આંખો આંસુથી ઉભરાતી હતી…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati