ચીનમાં નિકાસકારોને વધુ રાહત કરી આપી, જ્યારે આપણા દેશમાં બંધ થઈ
એક તરફ નિકાસ વધારવા ની વાતો કરતી સરકાર દ્વારા ઉદ્યોગોને નિકાસ પર આપવામાં આવતા MEIS સ્કીમના લાભ બંધ કરી દેવામાં આવ્
કોરોનાની મહામારી વચ્ચે એક તરફ દેશમાં વેપાર-ધંધા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જેમ બને તેમ નિકાસ વધારવા માટે ની વાતો થઇ રહી છે. બીજી તરફ નિકાસકારોને મળતા MEIS સ્કીમના લાભ આપવાનુ બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લીધે ખાસ કરીને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે કેમિકલનો નિકાસ કરતા ઉદ્યોગપતિને તાકીદે MEIS સ્કીમના લાભ આપવા માટે કેમેકસીલ ગુજરાત રીજન દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.
કેમેકસીલ ગુજરાત રીજનના ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક તરફ કોરોના ને લઈને કેમિકલ ઉદ્યોગમાં ભારે મંદિર પ્રવર્તી રહી છે ત્યારે સરકાર દ્વારા કેમિકલ ઉદ્યોગમાં વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરવા માટે ઉદ્યોગપતિઓને હાકલ કરવામાં આવી રહી છે હવે ઉદ્યોગપતિઓને નિકાસ ઉપર બે ટકાની MEIS સ્કીમના લાભ મળતા હતા જેને કારણે તેમનું એક્સપોર્ટને ઈમ્પોર્ટનું કામકાજ ચાલતું હતું.
હવે દેશની મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ વચ્ચે બજેટના પ્રશ્ને એપ્રિલ મહિનાથી આ સ્કીમ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે ગુજરાતના ડાઇઝ અને ઇન્ટરમીડીએટના ઉત્પાદકો તથા નિકાસકારોને મળતો આ સ્કીમનો લાભ સ્થગિત થઈ ગયો છે. આશકી નહીં મળતા નિકાસકારો માં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
વધુમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં આપણે ચાઇના સામે ટ્રેડ વોર શરૂ થઇ ગયો છે અને તેની સામે ટકવા માટે ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને સરકારની વિવિધ સમિતિઓના લાભ મળવા જોઈએ. એક તરફ કોરોના બાદ ચીનમાં ઉદ્યોગપતિઓને નિકાસકારોને સરકારી યોજનાઓના જે લાભ મળતા હતા તેમાં તેમને વધુ ફાયદા થાય તેવા સુધારા કરવામાં આવ્યા છે જ્યારે અહીં જે લાભ મળતા હતા તે પણ ઘટાડી અથવા બંધ કરી દેવામાં આવ્યા છે જે યોગ્ય નથી.
ભુપેન્દ્ર પટેલ અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ગ્રહોની એવી રજૂઆત છે કે સરકાર દ્વારા તાકિદે MEIS સ્કીમના ઉદ્યોગપતિઓને નિકાસકારોને લાભ આપવાની ફરીથી શરૂઆત કરવામાં આવે.