આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*રવિ ધનગાણી,મહેશ નાવાણી,અમિત મખીજા,કમલેશ જસવાણી.સહિત ૧૪ જુગારીઓ પકડાયા*

વડોદરા હાઇવે પર વેમાલી ગામમાં આવેલી હોટલ બનિયન પેરેડાઇઝના રૃમમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.એ દરોડો પાડી ૧૪ જુગારીઓને ઝડપીપાડી ૮ કાર, રોકડા રૃપિયા ૮.૫૨ લાખ અને ૧૬ મોબાઇલ મળીને ૮૨.૯૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રેમલ શાહ કન્સ્ટ્રક્શન વિજય પટેલ ટ્રાન્સપોર્ટ ઓમપ્રકાશ બંગાણી ટ્રાન્સપોર્ટ સુનિલ પટેલ હાર્ડવેર નૈમેષ પટેલ લેન્ડ બ્રોકર સુનિલ જૈન ટ્રાન્સપોર્ટ જીતેન્દ્ર રાણાગારમેન્ટ રવિ ધનગાણી સાડીની દુકાન કેતન ગાલા કરિયાણાની દુકાન મહેશ નાવાણી કપડાની દુકાન અમિત મખીજા ફ્રુટનો ધંધો ઉમંગ ઠક્કર પ્રોવિઝન સ્ટોર કમલેશ જસવાણી ઇલેક્ટ્રોનિક રણજીત રાઠોડ ખેતી કામ
*******
*કેન્દ્રીય કેબિનેટે શિક્ષણ નીતિને મંજૂરી આપી*
કેન્દ્રીય કેબિનેટે આ અઠવાડીયામાં નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મુકવાની વાત કરતા દેશમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. એજ્યુકેશન પોલીસી 2020 અંતર્ગત આવેલા પ્રસ્તાવોમાં અનેક ફેરફાર થવાના છે.
**
*અમદાવાદ: સસ્પેન્ડ કરાયેલા શિક્ષકો ક્લીનચીટ*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલિસબ્રીજ શાળામાં પરીક્ષા લેવાના મુદ્દે એનએસયુઆઇએ હોબાળો મચાવ્યા બાદ સસ્પેન્ડ કરાયેલા શિક્ષકો અને આચાર્યનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું છે
**
*બનાસડેરીએ દેશમાં પ્રથમ ગોબરમાંથી CNG પંપ બનાવ્યો*
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને ગાય-ભેંસના છાણમાંથી કમાણી થશે. બનાસડેરીએ ડીસા તાલુકાના દામા ગામ પાસે અદ્યતન બાયોગેસ પ્લાન્ટ તૈયાર કર્યો છે.
**
*ભારતમાં લોન્ચ કર્યું 10W વાયરલેસ ચાર્જર*
છેલ્લા દિવસોથી ચર્ચા હતી કે, Realme એ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરનાર ડિવાઈસની વધતી ડિમાન્ડને જોતા ભારતમા નવા 10W વાયરલેસ ચાર્જર લોન્ચ કરી દીધા છે. કંપનીએ ચાર્જરની કિંમત 899 રૂપિયા છે
**
*વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દારૂની પોટલીઓ મળી*
એસ.એસ.જી કોવિડ હોસ્પિટલના પહેલા માળેથી દારૂની પોટલીઓ મળી આવતાં તંત્રની વધુ એક બેદરકારી છતી થઈ આ વેસ્ટની થેલીઓમાંથી પોલીસે દેશી દારૂની થેલીઓ ઝડપી પાડી હતી. મહત્વનું છે કે સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર બેદરકારી સામે આવી રહી છે.
**
*રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને 11 કિલો ચાંદીનીની જાહેરાત*
સુરતના જૈન ધર્મ તરફથી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને 11 કિલો ચાંદીની ભેટની જાહેરાત કરવામાં આવી. સુરતથી સવા પાંચ કિલો અને અમદાવાદ તીર્થ સ્થળથી 6 કિલો ચાંદીની રજત દ્રવ્ય આપવામાં આવશે.
**
*ગુજરાત વિકાસ મોડેલ કે કૌભાંડ મોડેલ વીમા કૌભાંડનો પર્દાફાશ*
ગુજરાતમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક કૌભાંડની હારમાળા રચાઇ રહી છે. પોતાને ખેડૂતોની હામી ગણાવતી ભાજપ સરકારના રાજમાં જ કૌભાંડોને કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે પહોંચ્યા છે. એક તરફ ખેડૂતો પાક વીમાની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ કૌભાંડીઓ જગતના તાતના પરસેવાના રૂપિયા પણ ચાઉં કરી ગયા છે. ખેડૂત એકતા મંચના આક્ષેપો
**
*સુરતમાં મહિલા વકીલે આપઘાત કર્યો*
અમરોલી વિસ્તારમાં આવેલી શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા પરિવાર સાથે રહેતી હતી ઘરે ફોનમાં વાત કરતા બેડરૂમમાં ગઈ હતી ત્યારબાદ પંખા સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો
**
*સુરતમાં તમે હાઈ રિસ્ક એરિયાની અંદર પ્રવેશી રહ્યા છો?*
સુરત. શહેરમાં અનલોક-1 બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હોટસ્પોટ એરિયામાં મનપા દ્વારા બેનરો લગાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવા અને તકેદારી રાખવા અપીલ
**
*ભવનાથમાં દુકાનોનું ખાતમુહૂર્ત કરાયું*
જુનાગઢ. ગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ વેગ મળે તેવા આયોજનો હાથ ધરવાનો રહ્યો છે મંત્રી જવાહર ચાવડાના હસ્તે વૈકલ્પિક રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
**
*અયોધ્યામાં બદલાઈ યાદી, 200ને બદલે હવે 170ને જ આમંત્રણ*
અડવાણી, મુરલી મનોહર જોશીને ફોન પર આમંત્રણ રામ મંદિર બનાવવા માટે સૌથી મોટું કોઈનું આંદોલન હોય તો તે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વિશ્વ હિન્દુ પરિષદનું છે. જેમને મોદીએ આમંત્રણ આપ્યું નથી. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને કોઈ ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.
**
*22 કંપનીઓએ મોબાઈલ ફોન બનાવવા તૈયારી બતાવી*
ચીનથી કોઈ કંપની ભારત આવે તો 44 હજાર કરોડની સહાય જાહેર થતા જ ભારતમાં આવી કંપનીઓ આવી રહી છે. વિશ્વની 22 કંપનીઓએ પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં 11.5 લાખ કરોડ મોબાઇલ ફોન અને ઘટકો બનાવશે.
**
*64 વર્ષની વયે અમરસિંહનું નિધન*
રાજ્યસભાના સાંસદ અમર સિંહનું છ મહિનાની લાંબી માંદગી બાદ 64 વર્ષની વયે નિધન થયું છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમની સિંગાપોરમાં સારવાર ચાલી રહી હતી
**
*સાપુતારામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી*
સાપુતારામાં અહીયા વરસાદને કારણે અલહાદક દ્રશ્યો સર્જાયા છે. સાથે જ ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. સ્વાગત સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો
**
*મહંત સ્વામીના અયોધ્યામાં કાર્યક્રમમાં ભાગ નહીં લે*
અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ તેમને બદલે બ્રહ્મવિહારી સ્વામી અને અક્ષરવત્સલ સ્વામી ભાગ લેશે. રક્ષાબંધનના દિવસે મહંત સ્વામી મહારાજ રામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રીરામયંત્રનું પૂજન કરીને તે સંતો દ્વારા અયોધ્યા મોકલાવશે.
**
*ગુજરાત ભાજપમાં નવા જૂનીનાં એંધાણ*
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મેરેથોન બેઠકો યોજી સંગઠન કામગીરીને વેગ આપી દીધો છે. આ ગતિ જોતા કેટલાક નેતાઓએ પોતાનું સ્થાન નક્કી કરવા માટે સી આર પાટીલની આગળ પાછળ ફરવાનું શરુ કરી દીધું છે.
**
*બિલ્ડર રામાણી બ્રધર્સએમાં 48 કરોડની છેતરપિંડી*
અમદાવાદ. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી સહિતના પ્રોજેક્ટના ભાગીદાર બિલ્ડર રામાણી બ્રધર્સ સામે તેમના ભાગીદાર હેમાંગ ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
**
*વેરાવળ કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો*
વેરાવળ. વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો
**
*15મી ઓગસ્ટ ઉજવણીની ગાઈડલાઈન જાહેર*
ગાંધીનગર રાજ્યમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે.
**
*ડ્યૂટી પર હાજર ન થનારા 36 પોલીસ સસ્પેન્ડ*
નવી દિલ્હીમાં કોરોના કેસોની ગતિ થોડી ધીમી પડી છે. એવામાં પ્રશાસન માટે તહેવારની મોસમ પણ એક પડકારથી ઓછું નથી ડીસીપી વિજયંતા આર્યા હવે કેટલાક પોલીસકર્મીઓ ઉપર ખૂબજ નારાજ થયા છે જિલ્લાના 36 ને સસ્પેન્ડ કરી દીધા છે.
**
*આજે સીએમ રૂપાણી સુરતની મુલાકાતે*
સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાત કરશે. મુખ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક કરશે વધતા જતા કોરોના કેસને લઈ મુલાકાત કરશે અમદાવાદ પેટર્નની જેમ સુરતમાં કેસ ઘટે તે દિશામાં ચર્ચા કરવામાં આવશે
**
*ફાર્માસિસ્ટ ગુજરાત સરકાર સામે મેદાને પડ્યા શરૂ કર્યું આંદોલન*
સુરત ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ થયા છે. શિક્ષકો. પોલીસ. નર્સિંગ બાદ હવે ફાર્માસિસ્ટ પણ ગ્રેડ પેને લઇને સરકાર સામે મેદાને પડ્યા છે. ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશને ગ્રેડ પેને લઇને સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે
**
*વિશાખાપટ્ટનમમાં દુર્ઘટના ક્રેન પડતા 11 ના મોત*
નવી દિલ્હી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં હિંન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના થઈ છે. વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક ભારે ભરખમ ક્રેન પડી જતાં 11 લોકોના મોત થયા છે
**
*સુરત મેયરના ઘરનો ઘેરાવ કરતા વાતાવરણ તંગ*
સુરતના કતારગામ સ્થિત ગોતાલાવાડી ટેનામેન્ટને રિ-ડેવલપમેન્ટ કરવાનો મામલે અસરગ્રસ્તઓ મેયરના ઘર બહાર ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો છે.વર્ષ 2018થી ગોતાલાવાડી ટેનામેન્ટનું રિ-ડેવલપમેન્ટ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. જોકે સમય મર્યાદામાં બિલ્ડર દ્વારા કામ પૂર્ણ ન થતા અસરગ્રસ્તોએ હાલાકી વેઠવી પડી છે
**
*લાલિયાવાડી: એન્ટીજન પોઝિટિવ આપ્યો પ્રાયવેટમાં નેગેટિવ*
સુરત. કતારગામ હેલ્થ સેન્ટરમાં કરેલા ટેસ્ટમાં ફરજ પર હાજર હેલ્થ કર્મચારીએ તત્કાલિક એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ આપી દીધું હતું. જોકે પરિવારને શંકા હતી તેથી પ્રાયવેટમાં અલગ-અલગ રિપોર્ટ કરાવ્યા, સિટી સ્કેન કરાવ્યો તેમાં કોરોના નહીં હોવાનું પ્રાઈવેટ ડોક્ટરે જણાવ્યું હતું. એક કાગળ પર સિક્કો મારીને કોવિડ-19 એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ એવો રિપોર્ટ આપી દીધો હતો
**
*વૃદ્ધાના મૃત્યુના 11મા દિવસ બાદ પુત્રને ફોન આવ્યો કે તમારી માતાની તબિયત છે*
સુરત ગુજરાત રાજ્યમાં કોરોનાની રફતાર વધી છે ત્યારે હવે કોરોનાનું એપી સેન્ટર સુરત બનવા જઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે સુરતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ અને મોતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક લાલીયાવાડી સામે આવી છે જેમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃત્યુના 11મા દિવસે તેના પુત્રને ફોન કરી જાણ કરવામાં આવી હતી
**
*સુરત કોર્ટમાં ૪ ઓગષ્ટથી ગાઈડલાઈન જારી*
કોર્ટ બિલ્ડીંગના ગેટ પાસે ક્લેકશન સેન્ટરમાં ચાર કેટેગરીમાં ફીઝીકલ ફાઈલીંગના સીલબંધ કવર 11 થી 2 દરમિયાન સ્વીકારાશેસુરત જિલ્લા ન્યાયાલય સંકુલમાં પણ આગામી તા.4થી ઓગષ્ટના રોજથી દરેક કેસોના ફીઝીકલ ફાઈલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
**
*ચીનને વધુ એક ફટકો: ટીવીની આયાત પર પ્રતિબંધ*
નવી દિલ્હી: ભારતે ટેલિવિઝન (ટીવી)ની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં એ વાત નોંધનીય છે કે ભારતને ટીવીની નિકાસ કરતા દેશોમાં ચીન સૌથી મોટું નિકાસકાર છે.ભારતે વીસ વર્ષ બાદ ફરી ટીવીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
**
*રાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં રોજ નવો વળાંક આવે છે*
રાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં રોજ નવો વળાંક આવે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોની ભાજપ ખરીદી ન કરે તેથી જયપુરથી જેસલમેર ખસેડ્યા. ત્યારે 11 સભ્યો આ સ્થળાંતર દરમિયાન ગુમ થયા છે.જેમાં 6 પ્રધાનો અને 5 ધારાસભ્યો હજી સુધી જેસલમેર પહોંચ્યા નથી.
**
*આંધ્રમાં ૧૦ દારૂડિયાના સેનિટાઇઝર પીવાથી મૃત્યુ*
નવી દિલ્હી: અમરાવતી: આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં કોરોનાને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન એક ગામમાં દારૂના પર્યાય રૂપે સેનિટાઇઝર પીને ત્રણ ભિક્ષુ સહિત દસ દારૂડિયાનાં મોત થયા હ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •