બિગ બીના શુભચિંતક એન.એમ.ભંડારીએ તેમનો રી-બર્થડે (2 ઓગસ્ટ 1982) સામાજિક સેવા કરીને ઉજવશે.

ગુજરાત ભારત સમાચાર

અજમેર રાજસ્થાનના એન.એમ. ભંડારી, કે જે હાલમાં મણીનગર અમદાવાદમાં રહે છે. તેમણે 1976માં બિગ બીની ફિલ્મ *કભી કભી જોયા પછી તેઓ બિગ બીના શુભ ચિંતક* થઈ ગયા છે. તારીખ 2 ઓગસ્ટ 1982ના રોજ coolie ફિલ્મમાં શૂટિંગ દરમિયાન એક ફાઇટ સીન દરમિયાન અમિતાભ બચ્ચનને પેટમાં વાગ્યું હતું. આ અકસ્માત ખૂબ જ ગંભીર હતો. અને અમિતાભ બચ્ચન જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ 2 ઓગસ્ટ 1982ના રોજ તેઓ સ્વસ્થ થઈને પુનર્જન્મ દ્વારા પાછા સુખરૂપ ફર્યા હતા. આમ કુલી ફિલ્મના શૂટિંગમાં દુર્ઘટના બની હતી, તે અવસરને યાદ રાખીને એન. એમ. ભંડારી દર વર્ષે 2 ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચનનો પુનર્જન્મ (Re – birth) રેલવે સ્ટેશન પરના કુલીઓ સાથે મનાવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના પગલે જરૂરિયાતમંદોને દવાઓનું વિતરણ કરીને ઉજવણી કરશે.
*એન.એમ.ભંડારી પોતાની કે પરિવારની કોઈ પણ વર્ષગાંઠની ક્યારેય પણ ઉજવણી કરતા નથી*. પરંતુ અમિતાભ બચ્ચનના પરિવારના દરેક સભ્યોની વર્ષગાંઠ ધામધૂમથી ઉજવણી કરે છે.
અમિતાભ બચ્ચનની વર્ષગાંઠ અને મેરેજ એનિવર્સરીની પણ તેઓ સામાજિક કાર્યો કરીને ઉજવણી કરે છે.

આથી વિશેષ એન એમ ભંડારીએ પત્નીનું નામ જયા અને સુપુત્રીનું નામ શ્વેતા રાખેલ છે.
તેમની પાસે બિગ બી અને તેમના સંપૂર્ણ પરિવારના 120 થી વધુ ઓટોગ્રાફ સાથેના પત્રો પણ એકત્રિત કરેલા છે.
*અમિતાભ બચ્ચન એન.એમ.ભંડારી માટે *ગોડ મેસેન્જર* સાબિત થયા છે*.
અમિતાભ બચ્ચન એકવાર રેડિયો વિવિધ ભરતી પર કીધું હતું, કે *”જયા મેરે જીવનમેં જય કા સંદેશ લાઇ”* આજ વાક્ય એન. એમ. ભંડારીના જીવનમાં પણ સંપૂર્ણ લાગુ પડે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •